સન ફેસ્ટિવલ:રવિવારે મોઢેરાના સૂર્ય મંદિરમાં ઉસ્તાદ ફઝલ કુરેશી સહિતના પ્રખ્યાત કલાકારો પર્ફોમન્સ કરશે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંગીત ઉત્સવો દ્વારા ઐતિહાસિક ઇમારતોને બહોળા પ્રેક્ષકોને ફરીથી રજૂ કરવાની તેની પરંપરાને ચાલુ રાખીને, જાણીતા ભરતનાટ્યમ અને લોક નૃત્યાંગના બિરવા કુરેશીની પહેલ ક્રાફ્ટ ઓફ આર્ટ, રવિવાર, 16 ઓક્ટોબરના રોજ મોઢેરાના સૂર્ય મંદિરમાં સન ફેસ્ટિવલનું આયોજન કરવામા આવ્યું છે.

છેલ્લા તેર વર્ષથી, ક્રાફ્ટ ઓફ આર્ટ અદભુત સંગીત અને ઇમારતોની ઉત્કૃષ્ટ કારીગરી, સુંદરતા અને વૈભવના પ્રદર્શન દ્વારા સ્મારકોને લોકોની નજીક લઈ ગયું છે. નાગરિકોને સમૃદ્ધ વારસા સાથે જોડવા અમદાવાદ અને ગુજરાતના અન્ય સ્થળોએ ક્રાફ્ટ ઑફ આર્ટના સૂફી, વૉટર અને ગુમ્બજ ઉત્સવોએ સંગીતની વિવિધતા અને ગુણવત્તા દ્વારા લોકોના મન અને હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. એપ્રિલમાં, ક્રાફ્ટ ઓફ આર્ટે વિશ્વ વિખ્યાત એલોરા ગુફાઓમાં ત્રિકાલ ફેસ્ટિવલનું પણ આયોજન કર્યું હતું.

ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક અને કલાત્મક નિર્દેશક, બિરવા કુરેશીએ જણાવ્યું હતું "મોઢેરાના ભવ્ય અને અદભુત સૂર્ય મંદિરમાં સૂર્ય ઉત્સવની જાણ કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે. દેશના પ્રતિષ્ઠિત કલાકારો મંદિરની આ સુંદર પૃષ્ઠભૂમિ સામે પર્ફોર્મન્સ આપશે”. સન ફેસ્ટિવલની શરૂઆત કેરળના ચેંડા ડ્રમર્સ અને ઓડિસી નૃત્યકારોના વિશેષ પ્રદર્શન સાથે થશે ત્યારબાદ તબલાના નિપુણ ઉસ્તાદ ફઝલ કુરેશી, ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયક અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રાહુલ દેશપાંડે, જાણીતા ગાયક ગાર્ગી વોરા, સંગીતના સિકર ઘરાનાના જાણીતા સારંગી વાદક દિલશાદ ખાન અને મૃદંગમ પ્રતિભાશાળી શ્રીધર પાર્થસારથી જેવા ખ્યાતનામ કલાકારોના પરફોર્મન્સ સાથે મુખ્ય કોન્સર્ટ શરૂ થશે.

ઢોલક વાદક નવીન શર્મા, જેઓ તેમની બહુમુખી પ્રતિભા માટે જાણીતા છે અને ઉસ્તાદ અલ્લારખા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકમાં તાલીમ મેળવનાર જેમ્બે કલાકાર નીતીશ રાણાદિવે પણ કલાકારોની આકર્ષક લાઇનઅપનો એક ભાગ છે જે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેશે. થિયેટર જગતના અનુભવી ઉત્કર્ષ મઝુમદાર આ શોને હોસ્ટ કરશે.

યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલા વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણીના ભાગરૂપે ક્રાફ્ટ ઓફ આર્ટના હેરિટેજ ફેસ્ટિવલની ઉજવણીની શરૂઆત વર્ષ 2010માં સરખેજ રોજા ખાતે કરાઇ હતી. સતત 13 વર્ષથી યોજાઇ રહેલા સંગીત અને મોનયુમેન્ટના સયુંક્ત 25 સફળ સંગીત સમારોહમાં દેશભરમાંથી જાણીતા આર્કિટેક્ટ્સ તથા કલા અને સંગીત પ્રેમીઓ આકર્ષિત થયા છે. આકર્ષણતા, ભવ્યતા અને સ્થાપત્ય અજાયબીઓની લાવણ્યને મોહક સંગીત સાથે જોડીને, આ ફેસ્ટિવલને શહેરના લોકો, મીડિયા અને કલા પ્રેમીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...