રજૂઆત:મહેસાણામાં ટ્યુબવેલના કેબલ ચોરીના બનાવો વધ્યા, નાઈટ પેટ્રોલિંગ વધારવા ખેડૂતોની માંગ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ આ મલાલે મહેસાણા ડી.વાય.એસ.પી.ને રજૂઆત કરવામાં આવી હતી

મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે મહેસાણા તાલુકાના ગામડાઓમાં રાત્રી દરમિયાન અંધારાનો લાભ ઉઠાવી તસ્કરો ટ્યુબવેલ પર લાગેલા કેબલો ચોરી કરવાની ઘટનાઓ વધી હોવાથી આજે તાલુકા પોલીસ મથકમાં ખેડૂતોએ પેટ્રોલીંગ વધારવા રજૂઆત કરી હતી.

મહેસાણા તાલુકા પોલીસ મથકમાં આજે ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકામાં ખેડૂતોના ખેતરોમાં આવેલા ટ્યુબવેલ ઉપર રાત્રી દરમિયાન કેબલચોરીના બનાવો વધતા અને ખેડૂતોએ ફરિયાદ આપી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા યોગ્ય તપાસ કરવા અને રાત્રી દરમિયાન પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે, ટ્યુબવેલ પર લાગેલા કેબલ ચોરી બાદ પોલીસે આરોપીને ઝડપયા નથી. જેથી ખેડૂતોને યોગ્ય ન્યાય અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ગુનેગારોને ઝડપી પકડવામાં આવે. ચોરીના ગુના અટકાવવા રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...