લાભ:ઊંઝામાં 92 કરોડના ખર્ચે બનેલા બે રેલવે ઓવરબ્રિજ અને હોસ્પિટલનું લોકાર્પણ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પાક વીમાનું પ્રિમિયમ ભર્યા વિના પાક નુકસાનનો લાભ મળશે
  • ઊંઝા એપીએમસીમાં કિસાન સંમેલનને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ઉદબોધન

ઊંઝામાં રૂ.85.75 કરોડના ખર્ચે બનેલા હાઇવેથી ભરતનગર સોસાયટી રસ્તા સુધી તેમજ માર્કેટયાર્ડ રસ્તા પર નિર્મિત રેલ્વે ઓવરબ્રિજ તેમજ રૂ.6.34 કરોડના ખર્ચે નિર્મિત જનરલ હોસ્પિટલના મકાનનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે કરાયું હતું. બાદમાં એપીએમસીમાં યોજાયેલા ઊંઝા, વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડૂતોના સંમેલનમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે તાજેતરમાં અમલમાં મૂકેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાથી ખેડૂતો કુદરતી આપત્તિમાં થયેલા પાક નુકસાનનો સરળતાથી લાભ મળશે.

યોજનામાં ખેડૂતોને પાક વીમાનું પ્રિમિયમ પણ ભરવું પડતું નથી. આ યોજનાથી રાજ્યના 56 લાખ ખેડૂતો લાભાર્થી બન્યા છે. યું કે, દેશમાં કૃષિ વિકાસદર 9.3 ટકા છે અને રાજ્યના ખેડૂતોની આવક 13 હજારથી વધીને 1.70 કરોડ થઇ છે. ગુજરાત કપાસ, મગફળીનું 30 ટકા ઉત્પાદન કરે છે. તેમણે ખેડૂતોના હિત માટે લીધેલા સાત પગલાંની યોજનાની માહિતી આપી હતી.કાર્યક્રમમાં વરવાડામાં પાણીમાં ડૂબેલા વ્યક્તિઓના 2 વારસદારોને રૂ.4 લાખનો ચેક અર્પણ કરાયો હતો. ઊંઝા તાલુકાને કેન્દ્ર સરકાર તરફથી મળેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય પંચાયત કિસાન સશક્તિકરણ પુરસ્કાર નીતિનભાઇ પટેલે ડીડીઓ એમ.વાય.દક્ષિણીને આપ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે કોરોના સંક્રમણ અટકાયતી માટે લીધેલા પગલાંની વિશ્વલેવલે નોંધ લેવાઇ છે. રાજ્યમાં આજે કોરોનાના દૈનિક 70 હજાર ટેસ્ટ થઇ રહ્યા છે, કોરોના પોઝિટિવ રેટ પણ ઘટ્યો છે. ગુજરાતમાં કેસોમાં ઘટાડો અને રિકવરી રેટમાં વધારો થતાં રાજ્ય બીજા નંબરથી દેશમાં 15મા નંબરે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...