લોકાર્પણ:વડનગર મેડીકલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી દ્વારા PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડનગરને પ્રધાનમંત્રીના પગલે વૈશ્વિક ઓળખ મળી છે: મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

વડનગર જી.એમ.ઇ.આર.એસ મેડિકલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી દ્વારા PSA ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વડનગરની ધરતીને નમન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના દરેક બાબતમાં આત્મનિર્ભર રહેવાનું સ્વપ્ન છે જેનું કામ આગળ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીના જન્મભૂમિના પગલે વડનગરની વૈશ્વિક ઓળખ પ્રસ્થાપિત થઈ છે. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલા વડનગરના ઓક્સિજન પ્લાન્ટનો લાભ વડનગર સહિતના આજુબાજુના ગ્રામ્યજનોને મળનાર છે.વડનગર ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં મહેસુલમંત્રી અને મહાનુભાવોએ કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું.

પીએમ કેર ફંડ દ્વારા નિર્મિત એક મિનિટમાં 700 લીટરની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરાયું હતું., પ્રધાનમંત્રીએ વર્ચ્ચુઅલ માધ્યમથી નાગરિકોને સંબોધિત કર્યા હતા.આ પ્રસંગે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર અને ધારાસભ્ય ડો. આશાબેન પટેલ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાનના ભાઈ અને સમાજિક અગ્રણી સોમાભાઈ મોદી,ખેરાલુના ધારાસભ્ય અજમલજી ઠાકોર,કરશનભાઈ સોલંકી, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જી.એમ.ઇ.આર.એસ ના સી ઇ.ઓ, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,નગરપાલિકા પ્રમુખ જાગૃતીબેન, તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઇ, અગ્રણી સુનિલભાઈ,સહિત કોરોના વોરિયર્સ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં

અન્ય સમાચારો પણ છે...