એજ્યુકેશન:ગણપત યુનિવર્સિટીમાં નેટવર્ક અને સાયબર સિક્યુરિટી રિસર્ચ લેબનું ઉદઘાટન

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇમરજન્સી ટેકનોલોજી શ્રેણીનું વ્યાખ્યાન-અભ્યાસ સંશોધન અને કન્સલ્ટન્સીમાં લેબ દ્વારા થઇ શકશે

ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીમાં તાજેતરમાં આધુનિક નેટવર્ક એન્ડ સાયબર સિક્યુરિટી રિસર્ચ લેબ (એનસીએસઆરએલ)નું ઓનલાઇન ઉદઘાટન કરાયું હતુ.

વાયરલેસ નેટર્ક સિમ્યુઇેટર (એાએસ-3)ના સહસ્થાપક અને અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રો.ડો.થોમસ હેન્ડરસન દ્વારા આ નેટવર્ક એન્ડ સાયબર સિક્યુરિટી રિસર્ચ લેબનું ઉદઘાટન થયું,ત્યારે ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઇ પટેલ તેમજ યુનિ.ના ડાયરેક્ટર જનરલ અને પ્રો.ચાન્સેલર પ્રો.ડો.મહેન્દ્ર શર્મા,પ્રો.વાઇસ ચાન્સેલર અને એક્ઝિ.રજિસ્ટ્રાર ડો.અમિત પટેલ સહિત વિવિધ ફેકલ્ટીના ડીન પ્રિન્સિપલ્સ, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ્સ,ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ,અભ્યાસુ-સંશોધકો જોડાયા હતા.નેટવર્ક અને સાયબર સિક્યુરિટી રિસર્ચલેબના ઉદઘાટન લેકચર સિરિઝના ભાગરૂપે વાયરલેસ નેટવર્ક અને નેટવર્ક સિમ્યુલેશન વિષય ઉપરનું વિશેષ વ્યાખ્યાનનું આયોજન પણ કરાયું હતુ. જેના વ્યાખ્યાત પ્રો.ડો.થોમસ એન્ડ્રસન જ હતા. 

અન્ય સમાચારો પણ છે...