આયોજન:મહેસાણા શહેરના વોર્ડ નંબર-3માં કોંગ્રેસે કોવિડ-19 ન્યાયયાત્રામાં મૃતકના સ્વજનોથી અરજીઓ મેળવી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી

મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નં-3માં કોવિડ -19 ન્યાય યાત્રા અંતર્ગત મૃતક પરિવારને ચાર લાખ વળતરની માગણીની અરજી મૃતકના સ્વજનો પાસેથી લેવામાં આવી હતી. જનસંપર્ક કરી કોવિડ-19 માં મૃત્યુ પામનાર વ્યક્તિઓની વિગતો મેળવી તેમજ હોસ્પિટલ સારવાર માટે દાખલ થયેલી વ્યક્તિઓની વિગત અને આપવીતી મેળવી સૌને સરકારી યોજનામાં તુરત મળવાપાત્ર લાભ મળે તે હેતુસર કોવિડ-૧૯ યાત્રાનું વિસ્તારના કોંગી કોર્પોરેટર અમીતભાઇ પટેલ સહિત પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...