તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:વાગડીમાં વિના કારણ બે પરિવારો બાખડ્યા પડ્યા

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલા અને તેમની પુત્રીને હુમલામાં ઇજા
 • વડનગર પોલીસ મથકમાં 3 સામે ફરિયાદ

વડનગરના વાગડી ગામે કોઇ કારણોસર ઘરમાં ઝઘડી રહેલા પરિવારે પડોશી મહિલાને અપશબ્દો બોલતાં મામલો ગરમાયો હતો. અપશબ્દો બોલવાની ના પાડનાર પડોશી મહિલા અને તેની પુત્રીને 3 શખ્સોએ માર મારતાં ફેક્ચર થયું હતું.

વાગડી ગામના સેંધાભાઇ મોતીભાઇ સેનમાના ઘરમાં કોઇ કારણોસર ઝઘડો ચાલતો હતો અને ત્યારે તેમની પડોશમાં રહેતાં મંજુલાબેન સેનમાને વિના કારણે અપશબ્દો બોલતાં હોઇ તેણીએ ઠપકો આપ્યો હતો.જેને પગલે ઉશ્કેરાયેલા સેંધાભાઇએ લાકડી મહિલાના હાથના કાંડા પર મારતાં ફેક્ચર થયું હતું. જ્યારે તેમના પરિવારના જયેશભાઇ સેનમા અને જયંતીભાઇ સેનમાએ હવે પછી અમારું નામ લેશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી મંજુલાબેનની પુત્રી કોમલને પેટના ભાગે ઇંટ મારતાં ઇજા થતાં બંને સારવાર માટે લઇ જવાયા હતા. ઘટના અંગે મહિલાના પતિ અળખાભાઇ શંકરભાઇ સેનમાએ વડનગર પોલીસ સ્ટેશનમાં સેંધા મોતીભાઇ સેનમા, જયેશ મોતીભાઇ સેનમા અને જયંતી કાળાભાઇ સેનમા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો