ધરપકડ:વિસનગર અને લાંઘણજ પંથકમાં 14 ઢોર ચોરનારા 4 શખ્સ ઝડપાયા

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ અને ધોળકાના 2 અને મહેસાણાના ભટાસણનો 1 શખ્સ વોન્ટેડ
  • એલસીબીએ​​​​​​​ કાર, પીકઅપ ડાલુ સહિત રૂપિયા 5.09 લાખનો મુદ્દામાલ કબજે લીધો

મહેસાણા જિલ્લામાં ઢોર ચોરી કરતાં અમદાવાદ જિલ્લાના 3 અને સવાલાના 1 શખ્સને એલસીબીએ સવાલા પાસેની બિસ્મીલ્લા હોટલ પાસેથી ઝડપીને 14 ઢોર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઢોર ચોરી અંગે 18 દિવસ અગાઉ ગુનો નોંધાયો હતો.

આ ઢોર ચોરીનો ભેદ ઉકેલવા માટે એલસીબી પીઆઈ એ.એમ.વાળા, પીએસઆઈ એસ.બી.ઝાલા તેમજ સ્ટાફના માણસો કાર્યરત હતા તેવામાં જયસિંહ અને રાજેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે વિસનગરના સવાલા પાસે બિસ્મીલ્લા હોટલ નજીકથી 4 શખ્સોને કાર તેમજ પીકઅપ ડાલા સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં વિસનગર અને મહેસાણા તાલુકાના ગામોમાંથી 14 ઢોર ચોરીની કબૂલાત કરી હતી. જેમાં 7 જેટલાં શખ્સોએ ભેગા મળીને ઢોરી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પકડાયેલા આરોપી
1. મુજફ્ફર અયુબભાઈ કુરેશી રહે.કુરેશી મહોલ્લો, મેનાબેન ટાવર પાસે, ધોળકા, જિ.અમદાવાદ (ઢોર ચોરનાર)
2.મુસ્તુફા નવાઝખાન પઠાણ રહે.મિરજાપુર, અમદાવાદ
3. મુબારક મુનસફખાન ચૌહાણ (સવાલા)
4.આસીફ સાબીરભાઈ વ્હોરા રહે.અમદાવાદ, રાણીપ, અમદાવાદ

ફરાર શખ્સો

  • હારૂન રહે.ભટાસણ
  • ઈદરીશ ઉર્ફે બનો રશીલભાઈ મનસુરી રહે.ધોળકા
  • સાહિલ રહે.સાણંદ
અન્ય સમાચારો પણ છે...