• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Visnagar, An Elderly Man, Fed Up With The Harassment Of Neighbors, Tried To Commit Suicide By Consuming Poisonous Drug P, A Complaint Against 5

નજીવી બાબતે બબાલ:વિસનગરમાં પાડોશીઓના ત્રાસથી કંટાળી વૃદ્ધએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, 5 સામે ફરિયાદ

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીનો હોજ બનાવવાની બાબતે પહેલા માથાકૂટ થઈ હતી
  • બાદમાં સરપંચના માણસો છીએ એમ કહી વૃદ્ધને ઢોર માર માર્યો

મહેસાણા જિલ્લાના વિસનગર પંથકમાં નજીવી બાબતે બે પાડોશીઓ વચ્ચે થયેલી ચગમગમાં એક વૃદ્ધએ કંટાળીને ઝેરી દવા પી લેધી હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ વૃદ્ધએ પાંચ ઈસમો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વિસનગરના વાલમ સરદાર ચોક પાસે રહેતા 66 વર્ષીય નિવૃત શિક્ષકના ઘરના મુખ્ય દરવાજા પાસે પાડોશમાં રહેતા ભાનુભાઈ પાણીનો હોજ બનાવી રહ્યા હતા. એ દરમિયાન ફરિયાદી શિક્ષકે હોજ બનાવવાની ના પાડતા બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

બાદમાં ફરિયાદી શિક્ષકના ઘરની બાજુમાં રહેતા ભાનુ પટેલ, દિપક પટેલ, હેમા પટેલ અને સુજલ પટેલ આ ચાર ઈસમો અને બીજા અન્ય શખ્સો વૃદ્ધના ઘરે આવી ગાળાગાળી કરી હતી. બાદમાં વૃદ્ધને ગરદાપાટુ નો માર માર્યો હતો અને કહેવા લાગેલા કે, તું ગામ છોડીને જતો રહે નહીં તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશુ. અમે ચૂંટાયેલા સરપંચના માણસો છીએ તું અમારું કઇ નહીં બગાડી શકે. એમ કહી વૃદ્ધને માર માર્યો હતો.

વૃદ્ધ પર હુમલો કરનાર ઈસમો અવાર નવાર હેરાનગતિ કરતા હોવાથી વૃદ્ધને લાગી આવ્યું હતું. બાદમાં વૃદ્ધએ કંટાળીને ઉધઈની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યાં વૃદ્ધને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાનમાં આવ્યા બાદ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ભાનું પટેલ, સુજલ પટેલ, દિપક પટેલ, હેમા પટેલ અને હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...