અકસ્માત મામલો:વિસનગરમાં યુવાનને ટક્કર મારી ફરાર થયેલો ગાડી ચાલક ઝડપાયો

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં લાગેલા CCTV મારફતે ગાડીની ઓળખ થઈ બે મહિના અગાઉ થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું

મહેસાણાના વિસનગર તાલુકામાં બે મહિના અગાઉ એક વ્યક્તિને ગાડીએ ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારે આ અકસ્માતમાં અજાણ્યો ગાડી ચાલક જેતે સમયે અકસ્માત સર્જી ફરાર થયો હતો. જેની વિસનગર તાલુકા પોલીસ મથકમાં 18 સપ્ટેમ્બરના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે અકસ્માત સર્જી ફરાર થયેલા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.

આ ઘટનાની તપાસ કરનારા પોલીસ અધિકારી દ્વારા કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ફરાર થયેલા ગાડી ચાલકને શોધવા માટે જાણ કરી હતી. જે બાદમાં નેત્રમ શાખાના પી.એસ.આઈ અને તેમની નેત્રમ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં મહેસાણામાં લાગેલા CCTV ચેક કરતા એક GJ2CP9664 નમ્બરની ગાડી મહેસાણાથી વિસનગર તરફ જતી કેમેરામાં કેદ થઈ હતી. જને લઈ આ ગાડી અંગે સમગ્ર માહિતી એકત્રિત કર્યા બાદ વિસનગર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી વિસનગર તાલુકા પોલીસે ગાડી ચાલકને ઝડપી લીધો હતો. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...