હુમલો:વિસનગરમાં કોલેજીયન યુવકે માતાજીની રેગડી કરતા ત્રણ શખ્સો હુમલો કરી ફરાર થઈ ગયા

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે ત્રણે શખ્સો સામે વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં કોલેજ કરતા વિદ્યાર્થીને માતાજીની રેગડી ગાવા મામલે અન્ય ત્રણ ઈસમોએ મારમારી ઘાયલ કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત યુવાનને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના બિછાનેથી યુવકે ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.

વિસનગર તાલુકા નાતરભ ગામમાં રહેતો અને વિસનગરમાં એમ.એન કોલેજમાં અભ્યાસ કરતા 20 વર્ષીય રબારી નાગજીભાઈ નામનો યુવક તેના મિત્ર સાથે કોલેજ જઇ રહ્યો હતો. એ દરમિયાન કોલેજના સર્કલ પાસે તેના જ ગામનો રબારી વિશ્વાસ નામના યુવકે ફરિયાદીને કહેલ કે તું માતાજીની રેગડી ગાય છે એટલે તું મોટો બોસ થઈ ગયો છે. એમ કહી ગાળાગાળી કરી ફરિયાદી યુવકને મારમર્યો હતો. બાદમાં અન્ય બે યુવકો આવતા તેણે પણ ફરિયાદી યુવાન પર તૂટી પડ્યા હતા ને શરીરે લાફા અને પેટ માં લાતો મારતા ફરિયાદી યુવાન ઘાયલ બન્યો હતો જોકે હાજર લોકો એ યુવાનને માર મારતા બચાવ્યો હતો. હુમલો કરનારા ત્રણ ઈસમો પોતાની ગાડીમાં બેસી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા.

બાદમાં યુવનને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હુમલો કરનારા રબારી વિશ્વાસ ઈશ્વર ભાઈ, રબારી રૂસી કાનજી, રબારી રુતિલ ચંદકાન્ત સામે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...