ભાઈઓ વચ્ચે ધિંગાણું:વિજાપુરના ગઢડા ગામે ખેતરમાં પાડેલા ભાગલા બાબતે તકરારમાં એકને ઇજા, 3 સામે ફરિયાદ નોંધાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના ગઢડા ગામે ભાઈઓ વચ્ચે જમીનના ભાગ પાડવામાં આવ્યા જેમાં ખેતરમાં જવાન રસ્તા ને લઈ અન્ય ભાઈના દીકરાઓ કાકા સાથે માથાકૂટ કરી ધોકા મારી હુમલો કર્યો હતો સમગ્ર મામલે ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે.

વિજાપુરના ગઢડા ગામે દલપતસિંહ ઝાલા એ લાડોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેઓ પોતાના ભાગમાં આવેલા ખેતરમાં ઘાસ ચારા નું વાવેતર કરવાનું હોવાથી કાંટા વળી વાળ કરતા હતા.એ દરમિયાન ગરિયાદી ના ભાઈનો દીકરો ચેનત સિંહ આવી ફરિયાદી ને કહેલ કે" તમે કેમ અહીંયા વાળ કરો છો અમારે ક્યાં રસ્તે થી અમારા ખેતરમાં જવાનું" એમ કહી ફરિયાદી સાથે ગાળાગાળી કરી હતી બાદમાં ઉપરાણું લઈ કનકસિંહ અને જયનિલ સિંહ પોતાના હાથમાં ધોકા લઈ આવી ને ફરિયાદી પર તૂટી પડ્યા હતા.

બાદમાં ઝપાઝપી માં ફરિયાદી ને ઇજાઓ થઈ હતી અને બૂમાબૂમ કરતા નજીક માંથી ફરિયાદી નો દીકરો અન્ય માણસો આવી જતા હુમલો કરનાર ભાઈઓના દીકરા ફરાર થઇ ગયા હતા અને ઘાયલ ફરિયાદીને સારવાર માટે સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા સમગ મામલે લાડોલ પોલીસ મથકમાં ઝાલા ચેતન સિંહ ,ઝાલા કનક સિંહ,ઝાલા જયનીલ સિંહ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...