તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Vijapur Taluka, Two Employees Threatened To Check The Ration Shop, Earlier 2 Employees Of The Provincial Office Allegedly Collected Rs. 2 To 10 Thousand.

હેરાનગતિ:વિજાપુર તાલુકામાં બે કર્મીઓ દ્વારા રેશનીંગ દુકાનમાં તપાસની ધમકી, અગાઉ પ્રાંત કચેરીના 2 કર્મીઓએ રૂ.2 થી 10 હજાર ઉઘરાવ્યાનો આક્ષેપ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિસનગરના બે કર્મીઓએ દુકાને પહોંચી પૈસાની માંગણી કરી

વિજાપુર તાલુકામાં સરકારી પુરવઠાના સસ્તા અનાજની કેટલીક દુકાનોમાં પ્રાંત કચેરી વિસનગર ના બે કર્મચારી દ્વારા અવારનવાર તપાસ કરવાના બહાને ગાડી લઈને દુકાને પહોંચી ધમકી આપી પૈસાની કથિત માગણીથી હેરાનગતિ કરવામાં આવી હોવાની આક્ષેપાત્મક રજૂઆત ફેર પ્રાઇસ શોપ ના સંચાલક દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે શું માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ રજૂઆતના પગલે તપાસ સોંપાઈ છે ,જોકે કલેકટરનો આ બાબતે સંપર્ક થઈ શક્યો નહોતો.

વિજાપુર ફેર પ્રાઈસ શોપ ના  સંચાલક તરફથી  હેરાનગતિ બાબતે કલેકટરને રજૂઆત કરાઈ હતી કે વિસનગર પ્રાંત કચેરીના બે કર્મચારી દ્વારા અવારનવાર સફેદ કલરની બોલેરો ગાડી લઇ જઈને તપાસ  કરવા ની ધમકી આપી કથિત પૈસાની માગણી વારંવાર કરવામાં આવે છે અગાઉ કુકરવાડામા,  ગત ૨૩મી એપ્રિલે પીલવાઈ માં આ ઉપરાંત વસઈ અને લાડોલ ગામે દુકાનેથી રૂપિયા 2000 થી 10000 સુધી ઉઘરાવવાનો આક્ષેપ કરાયો છે. બીજા એક સંચાલક પાસેથી રૂ. 2500 ખંખેર્યા.અન્ય બે સંચાલકોને વિસનગર કચેરીએ બોલાવ્યા છે. દુકાન સંચાલકોને ધમકી આપી નાણાંની માગણી કરાતી હોઇ તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જિ.કલેકટર કચેરીએ રજૂઆત  થઈ છે જોકે આ અંગે જિલ્લા કલેકટર નો ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો નહોતો

અન્ય સમાચારો પણ છે...