મતદાન:વિજાપુર તાલુકામાં 19 ગ્રામ પંચાયતની ચૂ઼ટણીમાં સરેરાશ 68. 11 ટકા મતદાન

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21999 પુરુષ- 19992 સ્ત્રી મળી કુલ 41991એ મતદાન કર્યું
  • 19 સરપંચ અને 77 વોર્ડ સભ્ય માટે 68 મતદાન મથકે મતદાન

વિજાપુર તાલુકાની 19 ગ્રામ પંચાયતની રવિવારે યોજાયેલ ચૂ઼ટણીમાં સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ કુલ 68. 11 ટકા મતદાન નોધાયુ હતું. આ 19 પંચાયતમાં પુરુષ 31893 અને સ્ત્રી 29762 મળીને કુલ 29762 મતદારો પૈકી પુરુષ 21999 અને સ્ત્રી 19992 મળીને કુલ 41991 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 19 પંચાયતમાં સરેરાશ પુરુષ 68. 98 અને સ્ત્રી 67ઇ17 ટકા મળીને કુલ 68. 11 ટકા મતદાન થયુ છે.

વિજાપુર તાલુકામાં ડાભલા, ગુંદરાસણ, સયાજીનગર, આસોડા, કુકરવાડા, પામોલ, અંબાસણા, ટીંટોદણ, જંત્રાલ, ગુંછળી, લાડોલ,રામપુરા(કુ), દેવડા, આનંદપુરા(કુ), માણેકપુરા(ડા), ફલુ અને ખણુંસા મળીને કુલ 19 પંચાયતમાં સરપંચ અને 77 વોર્ડની ચૂ઼ટણીમાં કુલ 68 મતદાનમથકો ઉપર મતદાન થયુ હતું.

જેમાં આ પંચાયતોના સરપ઼ંચમાં કુલ 44 અને સભ્ય બેઠકોમાં કુલ 164 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયુ છે, હવે તા.21મીએ મતગણતરી વખતે ઉમેદવારોનું પરિણામ બહાર આવશે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન સંપન્ન થતાં તંત્રએ રાહતનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...