તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃકતા:વિજાપુરમાં મુસ્લીમ સમાજના લોકો કોરોના વેક્સિન લેવા માટે ઉત્સાહ પૂર્વક જોડાયા

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વિસ્તારોમાં 300 ઉપરાંત લોકોએ રસી લીધી

મહેસાણા જિલ્લાના વિજાપુરમાં મુસ્લીમ સમાજમાં વેક્સિન લેવા માટે ઘણી નિરશતા હતી. વેક્સિન લેવા માટે છેલ્લાં ઘણા સમયથી કોઈ તૈયાર ના હોવાથી અર્બન હેલ્થ વિભાગ ના અધિકારી ડો. ડીએસ પ્રજાપતિ સહીત આશાવર્કર બહેનો પણ ઘણી ચિંતા કરતા જેનો અંત મુસ્લીમ સમાજના સમાજ સેવક તબરેજ સૈયદ દ્વારા સમાજના લોકોમાં જઈને વેક્સિન લેવા માટે આપેલી સમજણને કારણે ઈદગાહ વિસ્તાર મોમનવાડા કુરેશી જમાત તેમજ કસ્બા વિસ્તારમાં રહેતા લોકો ઉત્સાહિત બનીને વેક્સિન લેવા જોડાયા હતા.

કુરેશી જમાતના પ્રમુખ સાદીક કુરેશી તેમજ કસ્બા વિસ્તારમાં મુસ્લીમ અગ્રણી અસપાક અલી, સૈયદ તનજીલ અલી, સૈયદ સહીતના લોકોએ મુસ્લીમ સમાજ વધુ વેક્સિન લે તે માટે લોકોને જાગૃત કરવામાં આવતા લોકો વેક્સિન લેવા માટે જોડાયા હતા. જેમાં ઈદગાહ વિસ્તાર કસ્બા વિસ્તાર મોમનવાડા વિસ્તારોમાં સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી હતી. વેક્સિનેશનના ત્રણેય વિસ્તારોમાં 300 ઉપરાંત લોકોએ રસી લઈને સફળ કામગીરી અર્બન હેલ્થ વિભાગના ડો ડીએસ પ્રજાપતિ તેમજ અર્બન આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી હતી. હાલમાં હજુ રહી ગયેલા લોકોને વેક્સિન મળે અને કોઈ રહી ના જાય તે માટે ઝડપી કામગીરીની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...