મહેસાણાના વિજાપુરમાં રહેતા 58 વર્ષીય પુરુષ કૌટુંબિક જમીનના ચાલતા ઝઘડાથી કંટાળી જઈને પોતાના કૌટુંબિક જમીનવાળા ખેતરમાં જઈને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.આત્મહત્યાના બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. તેમજ મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી.
બનાવની વધુમાં જાણવા મળેલ માહિતી મુજબ શહેરના બારોટવાસ તરફ માઢમાં રહેતા વિષ્ણુગીરી પ્રકાશગીરી બાવા ગોસ્વામીની કાનકપુર રોડથી દેવપુરા વચ્ચે વડીલોની ખેતી ઉપજ પડતર જમીન આવેલી છે. આ જમીન બાબતે કૌટુંબિક ચાલતા ઝઘડાથી કંટાળી જઇને ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરી લેતા પરિવારજનોમાં ભારે શોક છવાયો છે.ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દોડી આવી વધુ તપાસ આદરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.