વરસાદી માહોલ:વિજાપુરમાં વહેલી સવારે ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો શહેરમાં ઠંડક પ્રસરી

મહેસાણાએક વર્ષ પહેલા
  • વહેલી સવારે વીજપુર સહિત જિલ્લા માં છૂટો છવાયો વરસાદ

મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદના આવતા લોકોએ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ગઈ કાલ સાંજથી જ વિજાપુર સહિત જિલ્લાભરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ગઈ કાલે સાંજથી ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. જોકે આજે વહેલી સવારે વિજાપુર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં 48 કલાકમાં હળવા વરસાદની આગાહીને ગઈ કાલ સાંજથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે સમગ્ર જિલ્લા માં ત્રણેક ડીગ્રી સુધી તામપાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની શકયતા વચ્ચે આજે વિજપુરમાં વહેલી સવારે વરસાદનું આગમન થયું હતું.

વિજાપુર સહિત સમગ્ર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જેમાં ખેડૂતોમાં પણ ક્યાંકને ક્યાંક ખુશીની લહેર જોવા મળી હતી. જોકે જિલ્લામાં વરસાદ ખેંચતા ખેતીમાં ઉભા પાકને પિયત વિના જ નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...