ક્રાઇમ:વિજાપુરમાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહીસાગર જિલ્લાનો શખ્સ ભગાડી ગયો હતો

વિજાપુર શહેરમાં રહીને મજૂરી કરતા પરિવારની દિકરીને ભગાડી જઈ લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કર્યાની ઘટના બનવા પામી છે. યુવતીના પિતાએ મહીસાગર જિલ્લાના શખ્સ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મલાર સીમલીયા ગામનો જગદીશભાઇ ફતાભાઇ બામણીયા વિજાપુર શહેરના મજૂર પરિવારની દિકરીને લગ્ન કરવાની લાલચ આપીને 27 નવેમ્બર 2021 ના રોજ બપોરે ભગાડી ગયો હતો. ભગાડીને લઈ ગયા બાદ યુવતીની મરજી વિરૂદ્ધ અવાર-નવાર શારીરીક સબંધ બાંધ્યો હતો.

મોટી દિકરીના લગ્ન હોવાથી સમાજમાં બદનામી ન થાય તે માટે મજૂર પરિવારે ફરિયાદ આપી નહોતી. પરંતુ, દિકરી મળી આવતા તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાથી દિકરીના પિતાએ 17 દિવસ બાદ વિજાપુર પોલીસને ફરિયાદ આપતા પોલીસે જગદીશભાઇ ફતાભાઇ બામણીયા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

વિસનગર પંથકમાંથી સગીરાનું અપહરણ
વિસનગરના એક ગામમાંથી 16 વર્ષિય સગીરાને જયેશ અરવિંદભાઈ ભરથરી લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કરીને ભગાડી ગયો છે. સગીરાના પિતાએ ફરિયાદ આપતા પોલીસે જયેશ ભરથરી સામે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...