તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખલા યુદ્ધ:વિજાપુરમાં ભર બજારે આખલા યુદ્ધ ખેલાયું રાહદારીઓમાં ફફડાટ

મહેસાણાએક મહિનો પહેલા
  • હાઇવે તેમજ વાહન વ્યવહાર થી ધમધમતા માર્ગો પર ઢોરોની અડિંગો

વિજાપુર શહેરમાં આવેલા ચક્કરથી ખત્રી કુવા રોડ વચ્ચે બપોરના સમયે તોફાને ચડેલા બે આખલા ઓએ રાહદારીઓ અને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવ્યો હતો. જોકે આ આખલા જૂથમાં આસપાસના વેપારીઓએ તેમની ઉપર પાણી છોડતા આખલાઓ શાંત પડયા હતા.

છેલ્લા ઘણા સમયથી વિજાપુર શહેરના હાઇવે પર આવેલા મામલતદાર કચેરી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આનંદપુરા સર્કલ ટીબી ક્રોસ રોડ સહિત સતત વાહન વ્યવહાર અને વેપાર-ધંધાથી ધમધમતા રહેતા મુખ્ય માર્ગો ઉપર રખડતા ઢોરના અડીંગા લાગી જાય છે જેના લીધે અનેકવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે.

બે વર્ષ પૂર્વે શહેરના એસ.ટી સ્ટેન્ડ રોડ પરથી પસાર થઇ રહેલા એક આધેડ વેપારીને રખડતા ઢોરે સિંગડે ભરાવતા ગંભીર ઈજાઓ થઈ હતી એ દરમિયાન તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું વિજાપુરમાં આવેલા ચક્કરથી ગણતરી કુવા રોડ વચ્ચેના પાલિકા હસ્તકનાં જીએસપી કોમ્પ્લેક્સ આગળ બે મહાકાય આખલાઓ ભર બજારમાં રોડ વચ્ચે ખબદયા હતા.

તોફાને ચડેલા બંને અખલાઓ ના લીધે રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો અને રાહદારીઓમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, એ ઘટનાને પગલે લોકો એ બંને અખલાઓ પર પાણી છાંટતા તેઓ છુટા પડ્યા હતા.જોકે વિજાપુર પાલિકા દ્વારા રોડ પર રખડતા અખલાઓ સામે કોઈ પ્રકારના પગલાંના લેતા પાલિકા કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોઈતું જોય એમ લાગી રહ્યય છે.

અન્ય સમાચારો પણ છે...