તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:વિજાપુરમાં ફટાકડા આપવાનું કહી બે સંતાનોના પિતાનું બાળકી સાથે દુષ્કર્મ, રડતી બાળકીને બાએ પુછતાં મામલો પ્રકાશમાં આવ્યો

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધનતેરસને દિવસે લક્ષ્મીરૂપ બાળકી પિંખાઇ, િવજાપુર પોલીસે નોંધી ફરિયાદ નોંધી

વિજાપુરમા ધનતેરસને દિવસે સાડા પાંચ વર્ષની બાળકીને ફટકડા અપાવવાનુ કહી એકટીવા પર ખેતરમા લઇ જઇને દુષ્કર્મ આચરનાર 2 સંતાનોનો આધેડ પિતા ઘર છોડીને ભાગી ગયો છે ત્યારે બાળકીના પિતાની ફરિયાદને આધારે વિજાપુર પોલીસે બાળકીનુ મેડિકલ કરાવવા તજવીજ કરી હતી.વિજાપુરમા રહેતી સાડા પાંચ વર્ષની બાળકી ધનતેરસને દિવસે ઘરે રડતી આવેલી જોઇ તેની બાએ રડવાનુ કારણ પુછતા જ તમામ ચોંકી ગયા હતા.

બાળકીએ કહ્યા મુજબ તેમના ઘરની સામે રહેતા વિક્રમકાકા તેને ફટાકડા અપાવવાનુ કહીને ઘરેથી એકટીવા પર ખેતરે લઇ ગયા હતા અને અહી મારી સાથે ગંદુ કામ કર્યુ હોવાનુ કહેતા જ તેની માતા તેને લઇને સ્થાનીક દવાખાનામા લઇ ગયેલ. જ્યા તબીબે તેને દવા આપી આ પોલીસ કેસ હોવાનુ કહીને ઘરે મોકલી દીધેલ. જ્યાં દુષ્કર્મી ફરાર થઈ જતાં વિજાપુર પોલીસે પોક્સો સહિતનો ગુનો નોંધ્યો છે.

મહેસાણા સિવિલમાં મેડિકલ કરાશે : પી.આઈ
આ અંગે વિજાપુર પીઆઇ આર.એલ.પારઘીએ કહ્યુ કે, બાળકીએ કાકા ફટકડા અપાવવા લઇ જવાનુ કહીને ગંદુકામ કર્યુ હોવાનુ કહેતા હાલમા ફરિયાદ લીધી છે.બાળકી ઉપર દુષ્કર્મ થયુ છે કે કેમ તે ચોક્કસ નથી માટે મહેસાણા સીવીલમા તેનુ મેડિકલ કરાવવા તજવીજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો