સામાજિક ભેદભાવ:કડીના વણસોલ ગામે દલિત સમાજનો વરઘોડો નીકળતા ત્રણ શખ્સોએ અટકાવીને ધમકી આપી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરરાજાને મંદિરમાં દર્શન માટે પણ પ્રવેશ ન આપી ધમકી આપતા ફરિયાદ

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડીના વણસોલ ગામે સેનમાં પરિવારમાં યુવક યુવતીના લગ્ન હોઈ જેમાં વરઘોડો કાઢવા અને વરરાજાને ગામના મંદિરમાં દર્શન નહીં કરવા જવા દેવા મામલે મારવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવમાં આવી છે. જેને લઇ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કડી તાલુકાના વણસોલ ગામે રહેતા કિશન સેનમાંએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 14 મેના રોજ ફરિયાદી કિશનના બહેનના લગ્ન હતા. જેમાં મોરવા ગામેથી વણસોલ ગામ ખાતે જાન આવી હતી. વરરાજાના ગામમાં વરઘોડો નીકળતા વણસોલ ગામમાં રહેતા ઠાકોર વિશાલ, ઠાકોર ચેહરા અને ઠાકોર બળદેવએ વરઘોડો રોકાવ્યો હતો અને જાતિ વિષયક ટિપ્પણી કરી હતી.ગામમાં વરઘોડો કાઢવો નહીં, નહીં તો તમારા હાથ પગ ભાગી નાખીશું. તેવી આવી ધમકીઓ આપી નીકળી ગયા હતા.

બાદમાં બીજા દિવસે ફરિયાદી કિશનના લગ્ન હોઈ સવારે ફરિયાદી પોતાના પરિવાર સાથે ગામમાં આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં ઉપરોક્ત ઈસમોએ ફરિયાદીને મંદિરમાં દર્શન કરતા રોક્યા હતા અને તમારે મંદિરમાં અવાનું નહીં, નહી તો તમારા હાથ પગ ભાગી નાખીશું. આવી ધમકી આપવામાં આવતા ફરિયાદી ઝઘડાના ડરે ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પોતાના પ્રસંગ પૂર્ણ કરી સમગ્ર ઘટના મામલે કડી પોલીસ મથકમાં વરઘોડો કાઢવા અને મંદિરમાં દર્શન કરવા પ્રવેશ નહીં આપવા મામલે ચાર સામે ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર ઘટનાને પગલે કડી પોલીસે વણસોલ ગામમાં પોલીસ કાફલો ખડકી દીધો હતો અને ઘટનાની જાણ થતાંજ મહેસાણા જિલ્લાની એલસીબી. એસઓજી dysp અને સ્થાનિક પોલીસ ગામમાં દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...