ધરપકડ:વડોસણ જૂથ અથડામણ કેસમાં જિ.પં. ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોરની ધરપકડ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાના વડોસણમાં વાડામાં તાર ફેન્સીંગ કરવા બાબતે થયેલી મારામારી મામલે જિ.પં.ના ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોર, તેમના પુત્ર સહિત 6 શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી. તાજેતરમાં વડોસણના અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોર અને અંબાલાલ ઠાકોરના જૂથ વચ્ચે બબાલ થતાં બંને પક્ષોના 6-6 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.

વડોસણમાં જિ.પં. ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોરનો પુત્ર જિતેન્દ્ર ઠાકોર વાડામાં તાર ફેન્સીંગ કરતો હતો ત્યારે કોંગ્રેસ અગ્રણી અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોર અને અંબાલાલ ઠાકોરના માણસો વચ્ચે મારામારી થતાં 5 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ બંને પક્ષોના 6-6 લોકો સામે ફરિયાદ નોંધી તાલુકા પોલીસે ભોપાજી ઠાકોરના જૂથના 6 લોકોની ધરપકડ કરીને જેલહવાલે કર્યા હતા. શુક્રવારે અંબાલાલ ઠાકોર, તેમના પુત્ર સહિત 6 લોકોની ધરપકડ કરાઈ હતી.

ધરપકડ થયેલા આરોપીના નામ
1.ઠાકોર અંબાલાલ કુવરજી
2.ઠાકોર જીતેન્દ્ર અંબાલાલ
3.ઠાકોર દશરથ હરચંદજી
4.ઠાકોર મહેશ ઉર્ફે ટીનાજી ભીખાજી
5.ઠાકોર પ્રવિણ સોમાજી
6.ઠાકોર કાંતિ ધુળાજી

અન્ય સમાચારો પણ છે...