વિચિત્ર અકસ્માત:વડનગરમાં રસ્તા વચ્ચે અચાનક ભૂંડ આવી જતાં બે બાઇક ટકરાયા, એક બાઇકની પાછળ બેઠેલો યુવક કેનાલમાં પડી જતાં મોત

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગળ પાછળ ચાલતા બાઈક વચ્ચે ભૂંડ આવતા અકસ્માત સર્જાયો
  • આગળ જતાં બાઈકે કાબુ ગુમાવતા પાછળ આવતા બાઈકે ટક્કર મારી

મહેસાણા જિલ્લાના વડનગર પાસેથી એક અજીબો ગરીબ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બાઈક સામે ભૂંડ આવી જતા બાઈક બીજા બાઈક સાથે ટકરાયું હતું. જેમાં બાઈક પાછળ બેઠેલો એક વ્યક્તિ કેનાલમાં ખાબકતા તેનું મોત નીપજ્યું છે.

અકસ્માતમાં મોતને ભેટનાર અરવિંદ નાયી પોતાના કૌટુંબિક ભાઈ અશોકના બાઈક પર સવાર થઈને વિજાપુર જઇ રહ્યો હતો. એ દરમિયાન ઉઢાઇ ગામથી સોભાસણ ગામ તરફ કેનાલ પાસે આગળ જઇ રહેલા બાઈક સામે ભૂંડ આવી જતા બાઈક ચાલકે ગાબુ ગુમાવ્યો હતો. જેમાં બાઈક મૃતકના બાઈક સાથે ટકરાયું હતું, જ્યાં બંને બાઈક ટકરતા જે બાઈકમાં મૃતક અરવિંદ સવાર હતો, તે બાઈક કેનાલ પાસે નમી જતા અરવિંદ કેનાલમાં પડ્યો હતો. અન્ય બાઈક ચાલકોને ઇજા પહોંચી હતી.

અકસ્માતમાં ભૂંડ વચ્ચે આવી જતા બે બાઈક ટકરતા ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે કેનાલમાં પડેલા અરવિંદ નાયીનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે કૌટુંબિક ભાઈ અશોક નાયીએ વડનગર પોલીસ મથકમાં અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...