વિવાદ:વડનગરમાં પેસેન્જર લેવાની અદાવતમાં રિક્ષા ચડાવી દીધી

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત રિક્ષાચાલક હોસ્પિટલમાં દાખલ

વડનગરમાં પેસેન્જર લેવાની અદાવતમાં બે રિક્ષાચાલકો વચ્ચે થયેલો ઝઘડો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પેસેન્જર ભરીને નીકળેલાં ચાલકને બીજા રિક્ષાચાલકે ધોકા વડે માર મારી શરીર ઉપર રિક્ષા ચડાવી દેતા વિસનગરની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સૂંઢીયાના રણછોડ ઉર્ફે પકાજી સરતાનજી ઠાકોર સૂંઢીયાથી વડનગર રીક્ષામાં પેસેન્જર ફેરવે છે. બુધવારે સવારે રણછોડ રીક્ષા લઈને વડનગર તરફ જતા હતા તે દરમિયાન રોકાવીને ત્રણ પેસેન્જર બેઠા હતા.

તેથી સૂંઢીયાનો ઉદાજી મણાજી ઠાકોર પોતાની રીક્ષા લઈને ઉભો હોવાથી તેણે કહેલ કે, અમો ક્યારના રિક્ષા લઈને ઉભા છીએ, પેસેન્જર ભરવાનો વારો મારો છે તેવું કહીને અમારી સાથે બોલાચાલી કરી હતી. રણછોડ ઠાકોર પેસેન્જર લઈને વડનગર ચાલ્યો ગયો હતો. અદાવત રાખીને ઉદાજી ઠાકોરે વડનગરના તોરણીયાવડ પાસે આવી ધોકા વડે માર મારવા લાગ્યો હતો. રણછોડજી રોડ ઉપર પડી જતાં ઉદાજીએ મારી નાખવાના ઈરાદે રિક્ષા શરીર ઉપર ચઢાવી નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...