તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વડનગરમાં કેનાલો પરથી 7 પાણી ખેંચવાના મશીનો ચોરનારા 4 ઝડપાયા

મહેસાણા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા એલસીબીએ રૂ 2.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

વડનગરમા 4 ખેતરોમાંથી પાણી ખેચવાની 4 મોટરો ચોરનારા ચોર મહેસાણા એલસીબીના હાથે ઝડપાયા હતા.પોલીસે રૂ 2.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.વડનગરનો કિરણજી ગણેશજી ઠાકોર તેના સાગરીતો સાથે જીજે.02 ટીટી.3413 નંબરની રીક્ષામા જતો હોઇ મહેસાણા એલસીબીએ તેને અટકાવી પુછપરછ કરી હતી.

જેમા કિરણજીએ તેના અન્ય સાગરીતો કિરણજી ઉર્ફે ટેટો ગણેશજી શીવાજી ઠાકોર, સહદેવજી દશરથજી ઠાકોર, રાકેશજી નટવરજી ઠાકોર, કમલેશજી મહેશજી ઠાકોર રહે.તમામ વડનગર,(વોન્ટેડ )ભુપતજી ઉદાજી ઠાકોર રહે.વડનગર અમથોળ દરવાજા બહારની ધરપકડ કરી હતી. 4 મહિનામા વડનગર,વિસનગર અને સાબરકાંઠા જિલ્લામા વિવિધ સ્થળોએથી 7 જેટલા પાણી ખેચવાના ફાઇટર મશીનોની ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે રૂ 2.42 લાખ સાથે 4 ની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા આરોપીઓને કરેલી કબુલાત
​​​​​​​1. ઝડપાયેલા ચારે આરોપીઓએ બાદરપુરગામે કેનાલ પરથી રૂ 15હજારનુ ફાઇટર મશીન,સુંઢીયાગામે કેનાલ ઉપરથી રૂ 30હજારના ફાઇટર મશીન,ઉણાદગામની સીમમા કેનાલ પરથી રૂ 45હજારના બે ફાઇટર મશીનોની ચોરી કરી હતી.
2. ચાર મહિના અગાઉ ગુંજા ગામની સીમમા આવેલ શીવમ ફેકટરીની સામે આવેલ કેનાલ ઉપરથી રૂ 21હજારના ફાઇટરીયા મશીનની તથા ગુંજા સેવાલીયા રોડ પર આવેલ કેનાલ ઉપરથી રૂ 21હજારના ફાઇટરીયા મશીનની ચોરી કરી હતી.
3.ચાર મહિના અગાઉ તમામ આરોપીઓએ ભેગા મળી ઇડર તાલુકાના કમાલપુરગામની સીમમા આવેલ કેનાલ ઉપરથી રૂ 10હજારી ફાઇટરીયા મશીનની ચોરી કર્યાની કબુલાત કરી હતી.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો