તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઉત્તર ગુજરાતમાં પાટણ, સિદ્ધપુર, પાલનપુર, મોડાસા અને ઇડરમાં અષાઢી બીજે રથયાત્રા નીકળશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર, વડનગર, ગોઝારિયા અને કડીમાં કોરોનાને લઇ રથયાત્રા નહીં કાઢવા નિર્ણય
  • બાયડ, ડીસા, અંબાજી અને થરાદમાં પણ મહામારીને લઇ રથયાત્રા નહીં નીકળે

મહેસાણા જિલ્લામાં ઉત્તર ગુજરાત સહિત 13 સ્થળોએ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા નીકળે છે. આ વર્ષે સોમવારે પાટણ, સિદ્ધપુર, પાલનપુર, મોડાસા અને ઇડરમાં રથયાત્રા નીકળનાર છે. જ્યારે મહેસાણા જિલ્લાના વિસનગર, વડનગર, ગોઝારિયા અને કડી તેમજ બાયડ, ડીસા, અંબાજી અને થરાદમાં કોરોના મહામારીને લઇ સ્થાનિક મંડળો દ્વારા રથયાત્રા નહીં કાઢવાનો નિર્ણય કરાયો છે.

પાટણમાં રથયાત્રા 8 ને બદલે 2 કિમી નીકળશે, 3-4 કલાકમાં પૂરી થશે
પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ચાલુ સાલે નીકળશે પરંતુ કોરોના ગાઇડલાઇન મુજબ માત્ર ત્રણ રથ નિશાન અને ડંકો તેમાં સામેલ થઈ શકશે. વળી રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ હોઈ અગાઉની માફક ભક્તો મુક્ત રીતે ભગવાનના દર્શન કરવા માટે મુક્ત નથી. એટલે તેમણે દૂરથી કે ટીવીના પડદા પર જ રથયાત્રાના દર્શન કરવા પડશે. આ સંજોગોમાં રથયાત્રા કમિટી દ્વારા ભગવાનના રથ ઉપર વિષ્ણુસહસ્ત્રનો ગુંજારવ સતત ચાલુ રાખી આધ્યાત્મિક અને ધાર્મિક માહોલ બનાવી રાખવા તેમજ રથ ઉપર વિષ્ણુ યાગ ચાલુ રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

રથયાત્રા કમિટી પ્રમુખ પીયુષ આચાર્યએ જણાવ્યું કે સરકાર દ્વારા ભક્તો રથયાત્રામાં સામેલ ન થઈ શકે તેવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી હોવાથી રથયાત્રાના રૂટ ઉપર સવારે 10થી રાત્રિના 8 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં પાટણ શહેરમાં ભગવાનની રથયાત્રા આઠ કિલોમીટર લંબાઈના રૂટ ઉપરથી પસાર થતી હતી જે ચાલુ સાલે માત્ર બે કિમી રૂટ ઉપર ચાલશે અને ત્રણથી ચાર કલાકમાં પૂરી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...