વાવેતર:ઉત્તર ગુજરાતમાં 1.74 લાખ હેક્ટરમાં કપાસની વાવણી, 509.34 કરોડનું ઉત્પાદન મળશે

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુલાબી ઇયળનો આંતક ના બરાબર રહેતાં ઉત્પાદન પર અસર નહીં થાય

ચાલુ ચોમાસુ સિઝનમાં રાજ્યની 22.53 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. જેની સામે ઉત્તર ગુજરાતની 174445 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. અેટલે કે, રાજ્યમાં કપાસના કુલ વાવેતરમાં ઉત્તર ગુજરાતનો હિસ્સો 7.74% રહ્યો છે. ગત વર્ષે ઉત્તર ગુજરાતમાં 183273 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું, ગત વર્ષ કરતાં ચાલુ સાલે 8828 હેક્ટરમાં અોછુ વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં ચાલુ સિઝનમાં 174445 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. વરસાદના વિરામ સાથે હવે ધીમે ધીમે રૂ વિણવાનું પણ ખેડૂતોઅે શરૂ કર્યું છે.

કૃષિ વિભાગના અેક અંદાજ મુજબ ચાલુ સિઝનમાં ઉત્તર ગુજરાતમાંથી 52.24 લાખ મણ જેટલો રૂ નો ઉતારો મળી શકે છે. સામાન્ય રીતે 1 મણ રૂ નો ભાવ રૂ.850 થી 1100 ની વચ્ચે રહેતો હોય છે. જેનો 1 મણે રૂ.975 ના સરેરાશ ભાવ પ્રમાણે ચાલુ સાલે ખેડૂતોને રૂ.509.34 કરોડના સફેદ સોનાનો ઉતારો મળશે. બીજી બાજુ કૃષિ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં સતત વરસાદ વરસ્યો હતો. જેના કારણે રૂ ની ગુણવત્તા પર 5%થી 10% અસર થવાનો અંદાજ છે.

કપાસનું વાવેતર, ઉત્પાદન અને મૂલ્યની સ્થિતિ

જિલ્લોવાવેતરઉત્પાદનનો અંદાજકિંમત અંદાજીત
મહેસાણા322461083466105.63
પાટણ461931298023126.55
બનાસકાંઠા399101115484108.75
સાબરકાંઠા423291318548128.55
અરવલ્લી1376740888039.86
કુલ1744455224401509.34

વાવેતર હેક્ટરમાં, ઉત્પાદન મણમાં અને કિંમત કરોડ રૂપિયામાં

ગત વર્ષની સરખામણીએ વાવણી

જિલ્લો20202021વધ-ઘટ
મહેસાણા3560232246-3356
પાટણ4697046193-777
બનાસકાંઠા4162539910-1715
સાબરકાંઠા4250542329-176
અરવલ્લી1657113767-2804
કુલ183273174445-8828

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...