વાહન ચાલકો પરેશાન:ઊંઝા શહેરમાં તંત્રે બે ઓવરબ્રિજ બનાવ્યા પણ સર્વિસ રોડ હાડપિંજર સમાન બન્યા

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય હાઇવે પર આવેલા સર્વિસ રોડ પર મસમોટા ખાડા

મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા તાલુકામાં વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો ન કરવો પડે એ માટે તંત્ર દ્વારા ઊંઝા શહેરમાં બે ઓવરબ્રિજ બનાવ્યા છે. જેમાં ઊંઝા મહેસાણા હાઇવે પર બે ઓવરબ્રીજ બનાવ્યા છે. જોકે, ઓવરબ્રિજની સાઈડના સર્વિસ રોડ હાલમાં હાડપિંજર સમાન બનતા અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ચાલકો મોટી સમસ્યા
ઊંઝા શહેરમાં સિદ્ધપુર જવા માટે મુખ્ય હાઇવે પર ઓવર બ્રિજ તેમજ ઊંઝા શહેરમાં જવા માટે પણ ઓવર બ્રિજ નું નિર્માણ કરવામાંઆવ્યું છે ત્યારે બ્રિજ બનાવ્યા બાદ નીચે રહેલા સર્વિસ રોડ બનાવવામાં તંત્રે વેઠ ઉતારતા આ માર્ગો હાડપિંજર સમાન બન્યા છે ત્યારે રોડ પર જ્યાં જોવો ત્યાં કપચી અને ખાડાઓ નજરે પડી રહ્યા છે ત્યારે એક અઠવાડિયા અગાઉ પડેલા ધોધમાર વરસાદના કારણે મોટા ભાગના રોડ ધોવાઈ ગયા છે.જેમાં ઊંઝા શહેરના મુખ્ય હાઇવે પર આવેલા સર્વિસ રોડ નું યોગ્ય મરામત કરવામાં ન આવતા અહીંથી પસાર થતા વાહન ચાલકો મોટી સમસ્યા વેઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...