તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમો માત્ર પ્રજા માટે જ?:ઊંઝામાં MLA અને ચીફ ઓફિસરની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટનસ ભૂલાયું, કોરોના ગાઈડલાઈન મામલે તંત્રની બેડવી નીતિ સાબિત થઈ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપ સરકારની ગાઇડલાઇનનું ભાજપી નેતા જ નથી કરતાં પાલન - Divya Bhaskar
ભાજપ સરકારની ગાઇડલાઇનનું ભાજપી નેતા જ નથી કરતાં પાલન
  • આમ નાગરિક ભૂલ કરે તો દંડાય અને રાજકારણીઓને ગાઈડલાઈન ભંગ બદલ તંત્રના આંખ આડા કાન
  • સોશિયલ ડિસ્ટનસ ભંગ કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક તર્ક વિતર્ક

કોરોનાની મહામારીમાં માસ્ક એક માત્ર વિકલ્પ છે ત્યારે મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી દ્વારા વારંવાર લોકોને જાહેર કાર્યક્રમોમાં અને તે સિવાય પણ માસ્ક પહેરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવે છે. માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી એક હજાર રૂપિયા જેટલો આકરો દંડ વસુલ કરવામાં આવે છે. છતાં પણ ભાજપના નેતાઓ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીની આ સલાહની અવગણના કરી રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સમાચાર માધ્યમોમાં અવારનવાર ચમકતા રહે છે. તાજેતરમાં જ ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકાનો એક લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ડો. આશાબેન પટેલ સહિત અનેક ભાજપી નેતાઓએ કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યાં હતા.

લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કોવિડ ગાઈડલાઈન ભૂલાઈ
લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કોવિડ ગાઈડલાઈન ભૂલાઈ

છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં રહેલી ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકાનો તાજેતરમાં એક લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલની હાજરીમાં નગરપાલિકાના શાસક પક્ષના નેતાઓએ એક ફોટો સેશન કર્યું હતું. જેમાં કેટલાક લોકોના ચહેરા પર બિલકુલ માસ્ક દેખાતા ન હતા, તો વળી કેટલાકના ચહેરા ઉપર માસ્ક હતા પણ યોગ્ય રીતે પહેરેલા ન હતા અને આ બધાથી વિશેષ સોશિયલ ડિસ્ટનસનો સદંતર અભાવ દેખાઈ રહ્યો હોય એવો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અત્રે નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં ઊંઝા શહેર ભાજપ કાર્યકારી પ્રમુખની ગેરહાજરી હતી.

MLA ની હાજરીમાં સોશિયલ ડિસ્ટનસ અને માસ્ક વિના લોકો ઉપસ્થિત
MLA ની હાજરીમાં સોશિયલ ડિસ્ટનસ અને માસ્ક વિના લોકો ઉપસ્થિત

વાયરલ ફોટોને લઈને નગરજનોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે, જો સામાન્ય વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય તો તેની પાસેથી એક હજાર રૂપિયા જેટલો દંડ વસુલ કરવામાં આવતો હોય છે, પરંતુ અહીંયા તો નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં ફોટો સેશન દરમિયાન કેટલાક લોકોના ચહેરા ઉપર બિલકુલ માસ્ક જોવા મળી રહ્યું નથી. તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ છે. તો આ લોકો પાસેથી દંડ વસુલ કરવાની હિંમત કોણ કરશે? કે પછી ભાજપના નેતાઓ માટે માસ્ક અને સોશિયલ ડિસ્યન્સના નિયમો લાગુ નથી પડતા? આવા અનેક સવાલો અહીંયા ઉભા થાય છે.

અન્ય સમાચારો પણ છે...