ચકચાર:ઊંઝામાં રૂ.દોઢ લાખ પરત ન કરતાં સગા ફઈ-ફુવા 6 વર્ષના ભત્રીજાને ઉપાડી ગયા

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઊંઝા શહેરમાં સંબંધોને લજવતી ચકચારી ઘટના
  • ભાભીએ નણંદ-નણદોઈ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ કાર્યવાહી

ભાભીને બીમારી વખતે આપેલા દોઢ લાખ રૂપિયા લેવા માટે કરીને સગા ફઈ અને ફુવાએ પોતાના છ વર્ષના ભત્રીજાને ઉપાડી જતાં ચકચાર મચી હતી. ભાભીએ નોંધાવેલી ફરિયાદને આધારે ઊંઝા પોલીસે તેમના નણંદ અને નણદોઈ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઊંઝામાં ઉમિયા માતાના મંદિરની બાજુમાં આવેલી સર્વોદય નગર સોસાયટીમાં દુર્ગાબેન મેહુલભાઈ ખમાર પોતાના છ વર્ષના દીકરા શોર્ય અને પતિ સહિતના પરિવાર સાથે રહે છે.

દરમિયાન ગત 10 ઓગસ્ટના રોજ ઊંઝા શહેરમાં જ શંકર નગરમાં રહેતા તેમના નણંદ કોમલબેન અને નણદોઈ સંદીપભાઈ મોદી એક્ટિવા લઈને તેમના ઘરે આવેલા અને દુર્ગા બેન ને તમો બીમાર થયા એટલે દવાખાનાના દોઢ લાખ રૂપિયા આપ્યા હતા અને અમારો ગેસનો બાટલો તમારા ઘરે છે તે આપો કહેતા દુર્ગા બેને ગેસનો બાટલો તમારે લઈ જવો હોય તો લઈ જાઓ અને મારા દવાખાના ખર્ચના પૈસા તમારા ભાઈ ઘરે આવે ત્યારે માગી લેજો કહેતાં કોમલબેન ઉશ્કેરાઈ ગયા હતા અને અને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો.

તે સમયે ટ્યુશન ગયેલા તેમના છ વર્ષના દીકરા શોર્યને તેમના નણંદ અને નણદોઈએ ખેંચી એક્ટિવા ઉપર બેસાડી દીધો હતો અને દોઢ લાખ રૂપિયા રાત્રે 12 વાગ્યા સુધી આપી જજો નહીંતર તમારા દીકરાને મારીને તળાવમાં ફેંકી દઈશું કહી દીકરાને લઈને જતા રહ્યા હતા. દુર્ગાબેન તેમના પતિ સાથે પોલીસ મથકે દોડી ગયા હતા.

પોલીસે તેમની નણંદની ફોન કરતા તેમનો દીકરો તેઓ ઊંઝા પોલીસ મથકે આપી ગયા હતા. ત્યારબાદ એક મહિના પછી દુર્ગા બેને આ અંગે પોતાની નણંદ કોમલબેન સંદીપભાઈ અરવિંદલાલ મોદી અને નણદોઈ સંદીપભાઈ અરવિંદલાલ મોદી રહે શંકરનગર ઊંઝા વિરુદ્ધ દીકરાના અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...