સ્થાનિકોમાં અકસ્માતનો ભય:ઊંઝામાં જાહેર માર્ગો પર ગાયોના અડીગા, રાહદારીઓ થયા પરેશાન

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસુ વીતવા છતાં ગાયોના ટોળા માર્ગો પર યથાવત

મહેસાણા જિલ્લાના મોટા ભાગના તાલુકાના શહેરી વિસ્તારમાં જાહેર માર્ગો અને બજારોમાં રખડતા ઢોરો જોવા મળી રહ્યા છે. ત્યારે ઊંઝા શહેરમાં પણ જ્યાં જોવો ત્યાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જેને કારણે માર્ગો પર પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.

અકસ્માતનો ડર
ઊંઝા શહેરમાં ઠેરઠેર મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. ઊંઝાના મુખ્ય હાઇવે પર, સરદાર ચોક વિસ્તાર, વાડીપરા ચોક, મુખ્ય બજારમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. ઊંઝા શહેરમાં બજારોમાં સાધનો લઈને આવતા અને ચાલીને જતા રાહદારીઓ રખડતા ઢોરોને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે લોકોને પણ અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. રખડતા ઢોરોને કારણે ટ્રાફિક સમસ્યા પણ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...