તપાસ:ઊંઝામાં 3 શખ્સોએ કેબિન સળગાવ્યું

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે 11 વાગ્યા બાદ ઈંડા ખલાસ થઈ ગયા હોવાથી કેબિન ધારકે ના કહી હતી
  • કેબિન માલિકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઊંઝામાં વિસનગર ફાટક પાસે ફાયર સ્ટેશનની બાજુમાં ઈંડાના કેબિન ધારકે ખીમો નહી બનાવી આપતા 3 શખ્સોએ કેબન સળગાવી દીધુ હતુ. રાત્રે 11 વાગ્યા બાદ ઈંડા ખલાસ થઈ ગયા હોવાથી કેબિન ધારકે ના કહેતા ધમકી આપીને જતા રહ્યા બાદ મોડી રાત્રે કેબિન સળગાવી દીધી હતી. કેબિન ધારકે ઘટના બન્યાના પાંચ દિવસ બાદ ફરિયાદ આપતા ઊંઝા પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઊંઝાના પાટણ રોડ ઉપર સ્વામી વિવેકાનંદનગરમાં રહેતા ગોવિંદ ઉર્ફે કાળુ ગણપતભાઈ અગ્રવાલ વિસનગર ફાટક પાસે ફાયર સ્ટેશનની બાજુમાં છાપરૂ બનાવીને ઈંડાની લારી મૂકી ઈંડાનો વેપાર કરે છે.

ગત તા. 13-11-2021ના રોજ રાત્રે 11 વાગ્યા બાદ સામાન કેબિનમાં મૂકીને ઘરે જવાની તૈયારી કરતા હતા તે સમયે સુનિલ વણઝારા,રોની પરમાર અને અરવિંદ પરમાર નામના 3 શખ્સો આવીને ખીમો બનાવવા કહ્યું હતુ. ઈંડા ખલાસ થઈ ગયા હોવાથી લારી બંધ કરવાથી ખીમો બનાવવાની ના કહી હતી.

તેથી ત્રણેય જણાએ ઉશ્કેરાઈ જઈ અમારો ઈંડાનો ખીમો નથી બનાવ્યો એટલે આજે રાત્રે તારી ઈંડાની લારી સળગાવી દઈશું તેમ કહીને એકલો ક્યાંય મળતો નહી. નહિતર જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપી ત્રણેય શખ્સો જતા રહ્યા હતા. ત્યારબાદ રાત્રે અઢી કલાકે ઈંડાની લારી ઉપર આગ લાગતાં તમામ સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના મામલે જાણવાજોગ નોંધાવ્યાના 5 દિવસ બાદ ઊંઝા પોલીસે રૂપિયા 51 હજારના નુકસાન મામલે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

આમની સામે ગુનો
1. સુનિલ ગોપાળભાઈ વણઝારા
2. રોની પરમાર
3. અરવિંદ પરમાર
તમામ રહે.
ઐઠોર ચોકડી પાસે, હુડડો, ઊંઝા

અન્ય સમાચારો પણ છે...