તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામેની લડાઇ:ઉ.ગુ.માં 47% યુવા વર્ગે કોરોનાને માત આપી

મહેસાણા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ સેમ્પલ સામે 5% પોઝિટિવ, 4% મૃત્યુ અને 47% ડિસ્ચાર્જ

કોરોના સામેની લડાઇના 48 દિવસમાં ઉત્તર ગુજરાતમાં 4921 સેમ્પલ લેવાયા છે. જેમાંથી 5% પોઝિટિવ અને કુલ પોઝિટિવ દર્દીઓમાંથી 4% નું મોત નિપજ્યું છે. કોરોના સામેની આ લડાઇમાં અત્યાર સુધીના સુખદ સમાચાર એ છે કે, 269 પોઝિટિવ વ્યક્તિઓમાંથી 125 કોરોનાને માત આપી ચુક્યા છે. એટલે કે, કુલ કેસમાંથી  46% એ કોરોનાને માત આપી ચુક્યા છે. જેમાં 21 થી 40 વર્ષના 47% યુવા વર્ગ કોરોનાને માત આપવામાં સૌથી આગળ છે. આ સાથે 1 થી 20 વયના 20%, 41 થી 60 વયના 27%  અને 61 થી વધુ વયના 7 ટકા વ્યક્તિઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. જેમાં 10 વર્ષથી ઓછા 8 બાળકો અને 61 થી વધુ ઉંમરના 7 વૃધ્ધો સાજા થયા છે. કોરોનાની સામેની આ મહામારીની લડાઇમાં પાટણ જિલ્લાના ચાણસ્માના વતની 83 વર્ષના આધેડ ઉત્તર ગુજરાતમાં કોરોનાને હરાવનાર સૌથી મોટી ઉંમરની વ્યક્તિ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો