કરચોરી:મહેસાણામાં બે માસમાં GST મોબાઇલ સ્કવોર્ડે રૂ. 1.09 કરોડની કરચોરી પકડી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માત્ર સ્ક્રેપ કોમોડિટીમાં જ રૂ. 93 લાખની ટેક્ષ વસુલાત, પર્યાપ્ત બિલિંગના નિયમો નેવે મુકી અદ્ધરિયા વેપારમાં માલ ભરી જતી ગાડીઓ ડીટેઇન કરી ટેક્ષ વસુલાત

મહેસાણા શહેર સહિત જિલ્લામાં તહેવારોના દિવસોને આવરી લઇને છેલ્લા બે મહિના દરમ્યાન ઇ વે બિલ વગર, નિયમોને નેવે મૂકીને અધ્ધરીયા વેપારમાં વિવિધ કોમોડિટી માલવહન કરતી 29 ગાડીઓ સ્ટેટ જીએસટી મોબાઇલ સ્કવોર્ડની તપાસમાં પકડાતાં ડીટેઇન કરીને પેનલ્ટી સાથે રૂ. 1.09 કરોડનો ટેક્ષ વસુલવામાં આવ્યો છે. જેમાં મોટાભાગે કરચોરીમાં સ્ક્રેપની ગાડીઓનો સમાવેશ થાય છે.

મહેસાણા જીએસટી ડિવિઝન એન્ફોર્સમેન્ટની મોબાઇલ સ્કવોર્ડની ટીમો દ્વારા હાઇવે ઉપર વિવિધ કોમોડિટીના વેચાણ અર્થેના માલ સામાન સાથે પસાર થતી ગાડીઓનું ચેકિગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમ્યાન ઇ વે બિલ વગર, કોઇ પણ પ્રકારના બિલ વગર તો કેટલાંક બિલમાં જથ્થો રૂ. 50 હજારથી ઓછો પણ વાહનમાં રૂ. 50 હજારથી વધુ હોવાનું વજન કરાવતાં બહાર આવ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં જીએસટીમાં આ પ્રકારે કર ચોરીમાં 13 ગાડીઓ પકડાતાં રૂ. 51.12 લાખની વસુલાત કરાઇ હતી.

ઓક્ટોબરમાં 16 ગાડીઓથી રૂ. 58.64 લાખની વસુલાત કરાઇ હતી. જીએસટીની કલમ 129 હેઠળ ટેક્ષના 100 ટકા પેનલ્ટી તેમજ જીએસટીની કલમ 130 હેઠળ ટુ ટાઇમ ટેક્ષ મુજબ કર ચોરીના ઇરાદે માલ વહનમાં કુલ 29 પકડાયેલ ગાડીઓમાં વિવિધ કોમોડિટીમાં ટેક્ષ વસુલાત કરાઇ છે. કેટલીક ગાડીઓમાં રૂ. 50 હજારથી ઓછો જથ્થો દર્શાવીને મોટાપાયે જથ્થો ભરી કરચોરી કરતી હોવાનું પણ બહાર આવી રહ્યું છે. તંત્ર ગાડી નંબર આધારે ચેક કરીને માલ ક્યાં જઇ રહ્યો છે તે સર્ચ કરીને આકસ્મિક તપાસ કરીને ગાડીનું માલ સાથે વજન કરાવી ટેક્ષ વસુલ કરી છે.

એમએસ, એલ્યુમિનિ. સ્ક્રેપમાં રૂ. 93 લાખ વસુલાત
મહેસાણાના હાઇવે ઉપર મોબાઇલ સ્કવોર્ડની આકસ્મિક તપાસ દરમ્યાન સૌથી વધુ સ્ક્રેપની ગાડીઓ જીએસટી કરચોરીમાં પકડાઇ છે.સ્ક્રેપમાં 18 ટકા જીએસટી લાગુ છે. જેમાં એમ.એસ અને એલ્યુમીનીયમ સ્ક્રેપ માલ ભરી ઇવે બિલ વગર જતી ગાડીઓમાં સપ્ટેમ્બરમાં રૂ. 40 લાખ અને ઓક્ટોબરમાં રૂ. 53 લાખ ટેક્ષ વસુલાયો છે.

8 ગાડીઓ કોઇપણ પ્રકારના બિલિંગ વગરની પકડાઇ
​​​​​​​વેપારમાં ઇવે બિલ નહી કે માલ વેચાણના બિલ પણ ન હોય અને માલ ભરીને ગાડી ડિલિવરીમાં રવાના થઇ હોઇ રસ્તામાં 8 સ્ક્રેપની ગાડીઓ આ બે મહિનામાં પકડાયઇ હતી. ત્યારે કરચોરીના ઇરાદે થતાં માલ વેચાણમાં વહન થતી ગાડીઓ તંત્રની ઝપટે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...