તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • In The Wake Of The Farmers' Agitation In Delhi, Watermelon Deals Were Canceled, Causing Huge Losses To Farmers In Uttar Pradesh.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:દિલ્હીમાં ખેડૂત આંદોલનના પગલે તડબૂચના સોદા રદ કરતાં ઉ.ગુ.ના ખેડૂતોને ભારે નુકસાન, રૂ18ના કિલોના ભાવે દિલ્હીના વેપારીઓએ સોદા કર્યા હતા, સ્થાનિક બજારમાં 3.5 રૂપિયે કિલો વેચવાનો વારો

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
તડબૂચના વાવણી સમયે કિલોએ રૂ.18 નો દિલ્હીના વેપારીઓએ કરેલો સોદો આંદોલનને રદ્દ, સ્થાનિક માર્કેટમાં 81 ટકા નીચા ભાવથી વેચવાનું શરૂ - Divya Bhaskar
તડબૂચના વાવણી સમયે કિલોએ રૂ.18 નો દિલ્હીના વેપારીઓએ કરેલો સોદો આંદોલનને રદ્દ, સ્થાનિક માર્કેટમાં 81 ટકા નીચા ભાવથી વેચવાનું શરૂ
 • ઉ.ગુ.માં 10 થી 12 હજાર હેક્ટર જમીનમાં તડબૂચનું વાવેતર થયું છે

ઉત્તર ગુજરાતમાં શિયાળાની વાવણીમાં ખેડૂતોએ તડબુચનું વાવેતર કર્યું ત્યારે દિલ્હીના વેપારીઓએ પ્રતિ કિલોએ રૂ.18ના ભાવનો સોદો કર્યો હતો. પરંતુ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને લઇ વેપારીઓએ છેલ્લી ઘડીએ સોદો રદ કરતાં ખેડૂતોએ સ્થાનિક બજારમાં પાણીના ભાવે એટલે કે સાડા ત્રણ રૂપિયાના ભાવે તડબુચ વેચવાની ફરજ પડી છે.

ઉ. ગુ.માં 10થી 12 હજાર હેક્ટર જમીનમાં શિયાળુ સિઝનમાં તડબુચનું વાવેતર થતું હોય છે. આ તડબુચની માંગ દિલ્હીમાં હોઇ વાવણી સમયે જ દિલ્હીના વેપારીઓ ખેડૂતોને બાનાની રકમ આપી સોદો કરી જતાં હોય છે. આ અંગે ઇડરના ચિત્રોડી ગામના ખેડૂત મુળજીભાઇ ડાહ્યાભાઇ પટેલ અને પરેશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, ચાલુ સાલે તડબુચની વાવણી સમયે દિલ્હીના વેપારીઓએ પ્રતિ કિલોએ રૂ.18ના ભાવે સોદો કર્યો હતો, પરંતુ તડબુચનો ઉતારો લેવાનું શરૂ થયું અને વેપારીઓએ અગાઉ કરેલા સોદાને રદ કરી દીધો. વેપારીઓએ કહ્યું કે, દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જેને લઇ ખરીદી શક્ય નથી. આ સ્થિતિમાં તડબુચના જથ્થાને સ્થાનિક બજારમાં કિલોએ રૂ.3.50ના ભાવે વેચવાની ફરજ પડી છે. જેને લઇ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો