• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In The Wake Of Rising Crime, DySp Held A Meeting With Traders And Gave Necessary Instructions As Part Of Precautionary Measures.

ગુના અટકાવવા પ્રયાસ:કડીમાં ગુનાખોરી વધતા DySpએ વેપારીઓ સાથે બેઠક યોજી, સાવચેતી અને તકેદારીના ભાગ રૂપે જરૂરી સૂચનો આપ્યાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકમાં પૈસા ભરવા જાઓ ત્યારે એકલા ન જાઓ સાથે કોઈ વ્યક્તિને લઈ જાઓ સહિતના સુચનો કર્યા

મહેસાણાના કડીમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી, ચિલઝડપ જેવા ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેને લઈ મહેસાણાના DySp દ્વારા કડીના વેપારીઓ સાથે સાવચેતીના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી.

કડી શહેરમાં થોડા દિવસ અગાઉ એક પેટ્રોલપંપના કર્મચારીને બેન્ક પાસે લૂંટારુઓએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જે ઘટના બાદ વધુ ગુના અટકાવવા આજે વેપારીઓ સાથે dyspએ બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે, કડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટ, ચીલઝડપ, મારામારી હત્યા જેવી ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળી છે. ત્યારે આ મામલે પોલીસે વેપારીઓને બેંકમાં પૈસા ભરવા જાઓ ત્યારે એકલા ન જાઓ સાથે કોઈ અન્ય માણસને લઈ જાઓ તેમજ CCTV પોતાની દુકાન પર એક્ટિવ કરો, તેમજ એકલ દોકલ સ્થળે કોઈ વ્યક્તિને સાથે લઈ જવા સૂચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...