પશુ ચોર ઝડપાયા:મહેસાણા તાલુકાના ગામડાઓમાં ઢોર ચોરી કરતી ટોળકીને પોલીસે રંગેહાથ ઝડપી પાડી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેંસની ચોરી કરીને નિકળેલા 3 શખ્સોને પોલીસે અડધે રસ્તેથી જ ઉઠાવ્યા

મહેસાણા તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી પશુ ચોરીના બનાવો પોલીસ મથકોમાં નોંધાઈ રહ્યા હતા. અલગ અલગ ગામડાઓમાં રાત્રી દરમિયાન તસ્કરો બેફામ બની પશુ ચોરીને અંજામ આપતા હતા. ત્યારે પોલીસે બાતમી આધારે ચાર જેટલા પશુ ચોરી કરનારાઓને ઝડપી મુદ્દામાલ કબ્જે લીધો હતો.

મહેસાણા તાલુકા પોલીસના પીએસઆઇ એમ.બી.વાઘેલા અને તેમની ટીમ ઢોર ચોરીના ગુના અટકાવવા તેમજ શોધવા અંગે પેટ્રોલિંગ પર હતા. એ દરમિયાન પશુ ચોરી કરતા ઈસમો અંગે બાતમી મળી હતી જેમાં એક પીકઅપ ડાલુ વિસનગર રોડ બાજુથી મહેસાણા તરફ આવનાર છે. જે બાતમી આધારે મહેસાણા તાલુકા પોલીસે બાસણા પાસે આવેલી નહેર પાસે વોચ ગોઠવી હતી. જ્યાં પીકઅપ ડાલું આવતા તેને રોકાવ્યું હતું.

પોલીસ તપાસમાં ડાલાના ચાલક અને તેના સાથીદારે બામોસણા અને ફતેપુરા ગામેથી ભેંસોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે બે ભેંસ અને એક નાનું બચ્ચું પોતાના કબ્જે લીધું હતું. હાલમાં પોલીસે કુલ 5 લાખ 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સમગ્ર મામલે પશુચોરી કરતો અલ્પેશ ઠાકોર અને હીરા ઠાકોર ચોરી કરેલી ભેંસો અકબર અલી નામના વેપારીને વેચતા હતા. હાલમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...