તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામડાઓમાં રિયાલિટી ચેક:મહેસાણા જિલ્લાના ગામડાઓમાં ક્યાંક કોવિડની સુવિધા તો ક્યાંક તાળા લટકતા જોવા મળ્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાં વેક્સિન અને ટેસ્ટિંગની અછત સર્જાઈ
  • અનેક ગામોમાં 3 દિવસથી કોવિડ ટેસ્ટિંગ બંધ છે

કોરોના સંક્રમણ હવે ગામડાઓમાં ફેલાઇ રહ્યું છે. મહેસાણા જિલ્લાના ગામડાઓમાં ક્યાંક કોવિડની સુવિધા સારી છે. તો ક્યાંક તાળા લટકતા જોવા મળ્યા છે. જેમાં મહેસાણા તાલુકામાં આવેલ હેબૂઆ ગામમાં ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં જાણવા મળ્યું હતું કે ગામમાં કોઈ પણ પ્રકારની કોરોનાને લઈને ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું નથી. તેમજ ગામમાં સરકારી અનાજ જ્યાં મળે છે એ જગ્યા પર લોકોના ટોળાં જોવા મળ્યા હતા. તેમજ ગામમાં જ્યાં જોવો ત્યાં સોશિયલ ડિસ્ટન રાખ્યા વિના લોકો બેસેલા જોવા મળ્યા હતા.

3 દિવસથી કોઈ દર્દી સારવાર લેવા આવ્યું નથી
3 દિવસથી કોઈ દર્દી સારવાર લેવા આવ્યું નથી

ગામમાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન જળવાયું નહોતું

ગામ લોકોએ જણાવ્યું હતું કે ગામના સરપંચ અજીત સિંહ રામજી રાજપૂતના ઘરમાં બે સભ્યોને પહેલા કોરોના હતો. અને તેઓના ભાઈ રણજિતસિંહનું કોરોના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અને હાલમાં તેઓના પુત્ર અને પત્ની પણ કોરોના સંક્રમિત હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં હતા. હેબૂઆ ગામની અંદર 1800 જેટલા ગ્રામજનો વસવાટ કરે છે. જેમાં ગામની અંદર સરકારી અનાજ વિતરણ થઈ રહ્યું હતું એ દરમિયાન ઘઉં,ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં હાલ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા અનાજ આપવામાં આવી રહ્યું હતું. અને ગામમાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન જળવાયું નહોતું.

હેબૂઆ ગામમાં રોજ 20નો ડોઝ આવે છે

1800 ની વસ્તી ધરાવતા હેબૂઆ ગામમાં રોજ 20 રસીનો ડોઝ આવતો હોવાનું સ્થાનિક રસીકરણ કરનાર કર્મચારીએ જણાવ્યું હતું. જેમાં રોજ PHCમાં 100 નો ડોઝ આવે છે. જેથી આજુબાજુના ગામડાઓમાં 20 નો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ટેસ્ટિંગ કરનાર કર્મચારીએ જણાવ્યું હતું કે ગામમાં જેમજેમ કિટો આવે તેમ કોરોના ટેસ્ટિંગ કરીયે છીએ. અને જો કીટ આવે તો ટેસ્ટ થાય બાકી કીટ વિના ટેસ્ટ ના થવાથી લોકો પાછા જવા મજબુર બને છે.

કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સાથે બેડ
કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સાથે બેડ

પુનાસણ ગામમાં 3 દિવસથી વેક્સિન અને ટેસ્ટિંગ બંધ

મહેસાણાથી થોડે દુર આવેલા પુનાસણ ગામનું ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં પુનાસણ ગામની અંદર આશરે 4000ની વસ્તી ધરાવતા આ ગામમાં 3 દિવસથી રસી આવી નથી. અને જો રસી આવે તો માત્ર 10 ડોઝ આવે છે. તેમજ સ્થાનિક બાબુભાઇ ચૌધરી નામના એક ગ્રામજને જણાવ્યું હતું કે હું અહીંયા વેક્સિન લેવા આવ્યો છું. પણ હજુ સુધી વેક્સિન ના આવાથી ધક્કો ખાવો પડી રહ્યો છે.

પેટા આરોગ્ય કેન્દ્ર 3 દિવસે પણ ખુલતા નથી

પુનાસણ, મેવડ, કોયચલા વચ્ચે આવેલા પેટા આરોગ્ય કેન્દ્ર બાબતે સ્થાનિક બાબુભાઈ ચૌધરી નામના એક ઇસમે જણાવ્યું હતું કે 3 ગામના લોકો વચ્ચે એક પેટા આરોગ્ય કેન્દ્ર છે. જેમાં 3 ગામની વસ્તી અંદાજે 10 હજારથી વધુ છે. પરંતુ અહીં ડોકટરની સુવિધા નથી. અમારા ગામના લોકો બીમાર પડે ત્યારે સારવાર માટે ખેરવા અથવા જગુદણ ખાનગી તબીબને બતાવવા જવું પડે છે.

ગામમાં 4 દિવસથી રસી ના આવી હોવાનું જણાવ્યું

જગુદણ ગામમાં રિયાલિટી ચેક કરતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગામમાં 7 હજારથી વધારે લોકો વસવાટ કરે છે. જેમાં હાલમાં રસીકરણની કામગીરી ચાલી રહી છે અને ગામની કન્યા શાળાની અંદર ઓક્સિજન વાળા 6 બેડ તૈયાર કરવામાં આવ્યાં છે. તેમજ હાલમાં 1 દર્દી ઓક્સિજન પર સારવાર લઇ રહ્યાં છે. તેમજ સંગણપુર ગામના 3000 ની વસ્તી ધરાવતું ગામ છે. ગામની અંદર સરપંચના જણાવ્યા પ્રમાણે હાલમાં કોવિડ સેન્ટરમાં 2 બેડ ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં 3 દિવસથી કોઈ દર્દી સારવાર લેવા આવ્યું નથી. અને ગામમાં વેક્સિનેશન અને ટેસ્ટિંગ પણ બંધ છે. અને ગામમાં 4 દિવસથી રસી ના આવી હોવાનું ગામ લોકો જણાવી રહ્યાં છે.

કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લઇ રહેલ વ્યક્તિ
કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લઇ રહેલ વ્યક્તિ

ખેરવા ગામમાં કોવિડ કેર સેન્ટર ચાલુ ટેસ્ટિંગ માટે માત્ર 10 કીટ ઉપલબ્ધ

મહેસાણા તાલુકામાં આવેલા ખેરવા ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હાલમાં 6 બેડ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જેમ જરૂર પડે એમ બેડ વધારવામાં આવશે. અને અત્યારે 6 દર્દી ખેરવા કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લઈ રહ્યાં છે. જેમાં એક માતા અને પુત્ર કોવિડ પોઝિટિવ આવતા હાલ ત્યાં સારવાર લઈ રહ્યાં છે. દર્દીઓ માટે જમવાનું બે ટાઈમ હોટેલમાંથી લાવામાં આવે છે. અને સવારે આયુર્વેદી દવા ગરમ પાણી ઉકાળો પણ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...