મહેસાણા જિલ્લામાં દર ત્રીજા લગ્ને બાળલગ્ન થતા હોવાનો ચોંકાવનારો ખુલાસો જાહેર કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં થયો છે. તાજેતરમાં મહેસાણા પંથકના એક ગામમાં બે બાળલગ્ન યોજાય તે પહેલાં જાગૃત નાગરિક દ્વારા ચાઈલ્ડ લાઈન હેલ્પ લાઇનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આથી સંસ્થાના કાર્યકરોએ બંને પરિવારને સમજાવતાં લગ્ન રદ કરી દીકરીની 18 અને દીકરાની 21 વર્ષની ઉંમર પછી જ પરણાવવાનો નિર્ણય કર્યો હતો.
કડી તાલુકાના એક ગામમાંથી 11 મેના રોજ જાન મહેસાણા તાલુકાના ગામમાં આવવાની હતી. આ બે લગ્ન પૈકી એકમાં છોકરી અને છોકરો બંનેની ઉંમર 15-15 વર્ષ હતી. તો બીજા લગ્નમાં છોકરીની ઉંમર 19 વર્ષ હતી. જે અંગેની જાણ જાગૃત નાગરિક દ્વારા ચાઈલ્ડ લાઈનની હેલ્પ લાઇનને કરાતાં કાર્યકરો તેમજ સમાજ સુરક્ષા વિભાગ સહિતની ટીમ ગામે પહોંચી હતી અને તેમના માતા-પિતાને કાયદાની સમજ આપતાં સમજાવ્યા હતા. તંત્ર અને કાર્યકરોની સમજાવટથી બંને પરિવારોએ બંને લગ્ન નહીં યોજવાની બાંહેધરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.