• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In The Village Of Kukarwada In Vijapur, On The Night Of Kali Chaudhash, The Tradition Of The 200 year old Cane Mandvi Continues,

કાળી ચૌદશની ઉજવણી:વિજાપુરના કુકરવાડા ગામે કાળી ચૌદશની રાત્રે 200 વર્ષ જૂની શેરડીની માંડવીની પરંપરા યથાવત

મહેસાણા24 દિવસ પહેલા
  • શેરડીના સાંઠાનો ઉપયોગ કરી ગરબા રૂપી માતાજીની માંડવી તૈયાર કરવામાં આવીદીક
  • રો અવતરતા ગરબો કાઢી માનતા પુરી કરવાની પરંપરા

મહેસાણાના વિજાપુર તાલુકામાં આવેલા કુકરવાડા ગામે 200 વર્ષ જુની પરંપરાગત કાળી ચૌદશની રાત્રે ગરબા ઉજવાય છે. આ પ્રસંગે વર્ષો જૂની માન્યતા મુજબ ગામના તમામ જ્ઞાતિના લોકોના સહયોગથી શેરડીના સાંઠાનો ઉપયોગ કરી ગરબા રૂપી માતાજીની માંડવી તૈયાર કરવામાં આવે છે.

ગામના સુથાર ભાઈઓ લાકડા આપે છે. જ્યારે મોદી સમાજના ભાઈઓ દ્વારા તેલ આપવામાં આવે છે. તેમજ પ્રજાપતિ ભાઈઓ કોડિયા અને માળી ભાઈઓ ફૂલ હારનો શણગાર આ માંડવીના નિર્માણમાં અર્પણ કરે છે. આમ ગામમાં વસ્તા તમામ જ્ઞાતિના ભાઈઓ સાથે મળીને ઉજવણી કરે છે. ભાઈચારો અને એકતાની પરંપરા અમર બનેલી છે.

ગામના વડીલો દ્વારા વિધિવત શુકન અને મુહૂર્ત પ્રમાણે શેરડીના સાંઠાથી માંડવી તૈયાર કરવામાં આવે છે. આ મંડવીને ગામના જુદા-જુદા વિસ્તારમાં ફેરવવામાં આવે છે, અહીં એવી પણ એક માન્યતા રહેલી છે કે, નાના બાળકોને મંડવીનો સ્પર્શ કરાવી દર્શન કરાવતા બાળક સ્વસ્થ અને તંદુરસ્ત બને છે. તેમજ માતાજી દીર્ઘાયુના આશીર્વાદ આપે છે. જે પરિવારમાં પ્રથમ દીકરો જન્મે છે તે પરિવાર માતાજીની શેરડીના ગરબાની માનતા રાખે છે અને કાળી ચૌદશના દિવસે પરિવાર સાથે યુગલ પોતાના સંતાનને લઈ વાજતે-ગાજતે માતાજીનો ગરબો કાઢે છે.

દેશ-વિદેશમાં રહેતા ગામના લોકો પણ આજના દિવસે પોતાના વતનમાં ખાસ ઉપસ્થિત રહે છે. આમ શેરડીના ગરબાની વર્ષો જૂની પરંપરા અને માન્યતા આજે પણ કુકુરવાડા ગામે ઉજવવામાં આવે છે, જેને લઇ આજ સુધી ગામમાં એકતાની મિશાલ કાયમ રહી છે.

અન્ય સમાચારો પણ છે...