સ્વચ્છતા સર્વેક્ષણ:સ્ટાર રેટિંગ સ્વચ્છતા સર્વેક્ષણમાં કેન્દ્રીય ટીમે 600 શહેરીજનોના ફીડબેક લીધા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂકો ભીનો કચરો અલગ અલગ રાખો છો, સૂકા-ભીના કચરાનો અલગ નિકાલ કરો છો, જાહેર રોડ સાઇડ કે આજુબાજુ કચરાના ઢગલા જોવા મળે છે? તેવા પ્રશ્નો પૂછ્યા

મહેસાણા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં સ્ટાર રેટિંગ માટે કરાયેલી દરખાસ્ત બાદ સૂચિત માપદડો મુજબ કામગીરી થાય છે કે કેમ, વ્યવસ્થાઓ તેમજ લોકોના અભિપ્રાય માટે ત્રણ દિવસ કેન્દ્રીય ટીમ મહેસાણાની મુલાકાત લઇને પરત ફરી છે. આ ટીમ દ્વારા શહેરના કોમર્શિયલ કેટલાક વિસ્તારોને આવરી લઇ સ્વચ્છતા અંગે પ્રશ્નોત્તરી કરી 600 જેટલા લોકોના ફીડબેક લેવાયાનું સુમાહિતગાર સૂત્રોએ કહ્યું હતું. નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, કેન્દ્રીય ટીમ દ્વારા લોકોના ફીડબેકમાં પ્રશ્નોત્તરી પૈકી ખાસ કરીને સૂકો ભીનો કચરો અલગ અલગ રાખો છો કે નહીં,

ડસ્ટબિન આપ્યા છે કે નહીં, ડસ્ટબિનમાં સૂકા-ભીના કચરાનો અલગ નિકાલ કરાય છે કે નહીં, જાહેર રોડ સાઇડ, આજુબાજુ કચરાના ઢગલા જોવા મળે છે કે કેમ? તેવા પ્રશ્નોના ઉત્તર મોબાઇલમાં ટાંકી ઓટીપી જનરેટ કરી 600 જેટલા લોકોના ફીડબેક લેવાયા હતા. નગરપાલિકાનું વાહન ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે આવે છે કે નહી? તેવો પ્રશ્ન પણ લોકોને ફીડબેકમાં પૂછાયો હતો. આ ઉપરાંત, ટીમે નાગલપુર અને કસ્બા ખાતે ચાલતા સુઅવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. ટીમની મુલાકાત પછી હવે સૂચિત માપદંડો મુજબ મૂલ્યાંકન કરી રેટિંગ નક્કી થશે.

ચાલુ સાલે પ્રથમવાર સ્ટાર રેન્કિંગ પણ મળશે
પાટણ પાલિકા દ્વારા ગયા માર્ચ મહિનામાં સ્ટાર રેન્કિંગ માટે અરજી ભારત સરકારમાં કરી દેવામાં આવી છે. જેમાં ટૂંક સમયમાં સર્વેક્ષણની કામગીરી કેન્દ્રની ટીમ દ્વારા કરાશે. અગાઉ કોરોના વખતે પાલિકા દ્વારા એપ્લાય કરાઈ હતી અને તે માટે ટીમ આવી પણ હતી પરંતુ પછી સરકાર દ્વારા કોરોનાના કારણે રિઝલ્ટ જાહેર કરાયું ન હતું એટલે ચાલુ વર્ષે પ્રથમ વખત પ્રથમ સ્ટાર રેન્ક પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...