ગરમીનો પ્રકોપ:કાળઝાળ ગરમીમાં પરિવારે બસની નીચે બેસી ભોજન કર્યું, મહેસાણા શહેરનું તાપમાન 42 ડિગ્રીને પાર રહ્યું

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા એક સપ્તાહથી મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મંગળવારે પણ મહેસાણા શહેરનું તાપમાન 42 ડિગ્રીને પાર રહ્યું હતું. ત્યારે ભરબપોરે બે બાળકો સાથે બે મહિલા બસની રાહ જોઇ બસ સ્ટેશનમાં બેઠા હતા. ગરમીથી છુટકારો મેળવવા કોઇ જગ્યાએ આશરો ન મળતાં આખરે પાર્ક કરેલી બસની નીચે શરણ લીધું હતું. એટલું જ નહી પરંતુ બસની નીચે બેસીને જ ભોજન લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...