• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In The Presence Of Governor Acharya Devvrat, A Natural Farming Guidance Conference Was Held In Kadi, Information Was Given About Cows.

માર્ગદર્શન:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કડીમાં પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન સંમેલન યોજાયું, ગાય અંગે માહિતી અપાઇ

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિનો આધાર ગૌ માતા છે અને ગૌ માતાનું પૂજન પ્રાકૃતિક ખેતી થકી થાય છે: રાજ્યપાલ

મહેસાણા જિલ્લાના કડી ખાતે આજરોજ પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો સંમેલન માં જોડાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, કૃષિનો આધાર ગૌ માતા છે, અને ગૌ માતાનું પૂજન પ્રાકૃતિક ખેતી થકી જ થાય છે. રાજ્યપાલે ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતી અભિયાનમાં રાજ્યમાં 2 લાખ ખેડુતો જોડાઇ, ગૌ માતા અને નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે, તેમ જણાવી ખેડુતોને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. સરકારે દેશી ગાયના સંવર્ધન માટે માસિક રૂ 900ની સહાય જાહેર કરી છે તેમ જણાવ્યું હતું.

રાજ્યપાલે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અભિયાનને પ્રબળ બનાવવા રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરેલો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નાગરિકો સ્વસ્થ,આરોગ્યપ્રદ રહે, તે માટે પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી છે. પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ માટે સરકાર દ્વારા કામગીરી કરાઇ રહી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, અસાધ્ય રોગોનું મુળ કારણ રાસાયણિક ખેતી છે,આવનારી પેઢીને વારસામાં શુદ્ધ પાણી, હવા અને ખોરાક આપવો હશે તો આજે પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવું પડશે. ગૌ માતાની જય પ્રાકૃતિ ખેતી કરવાથી થાય છે. એક ગાયથી આપણી 30 એકર જમીનમાં કોઇપણ ખર્ચ વગર ખેતી કરી શકાય છે તેમ જણાવી ગાયના સંવર્ધન,સંરક્ષણની હિમાયત કરી હતી કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લિખિત પ્રાકૃતિક કૃષિ અંગેનું પુસ્તક ખેડુતોને આપવામાં આવ્યું હતું.

ખેડ઼ૂત સંમેલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે સહાકરી ક્ષેત્રે મહત્તમ વિકાસ કર્યો છે. રાજ્યના સહકારીતા થકી ખેડુતોના જીવનમા પણ પરિવર્તન આવ્યું છે. રાજ્યમાં ઝીરો ટકા વ્યાજે 32 હજાર કરોડ જેટલી માતબર રકમ ખેડુતોને ધિરાણ આપી ખેત વિકાસમાં મદદ સરકાર દ્વારા કરાઇ રહી છે

અન્ય સમાચારો પણ છે...