ધાર્મિક કાર્યક્રમમાં નિયમો ભૂલાયા:મહેસાણાના બામોસણા ગામમાં ભાજપના નેતાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, લોકો માસ્ક વગર ગરબે ઘૂમ્યા

મહેસાણા4 મહિનો પહેલા
  • ડીજેના તાલે ગરબે ઘૂમવામાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો ભૂલ્યા

મહેસાણા જિલ્લામાં કોરોના કહેર કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે જિલ્લાના એક ગામમાં ભાજપના નેતાની હાજરીમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોસિયલ ડિસ્ટન્સ ભૂલી લોકો ડીજેના તાલે ઝૂમ્યા હતા.નેતાએ ખુદ સોશિયલ મીડિયામાં તસવીરો મૂકી વાહવાહી લૂંટી હતી.

મહેસાણા જિલ્લાના બામોસણા ગામે બે દિવસ પહેલા યોજાયેલ એક ધાર્મિક પોગ્રામ દરમિયાન BJP નેતા રેખા ચૌધરીની ઉપસ્થિતમાં લોકો ડીજેના તાલે ગરબે ઝૂમ્યા હતા. મોટી સંખ્યામાં લોકો કોરોના ગાઈડલાઈન ભૂલી માસ્ક વિના જોવા મળી રહ્યા હતા. ખુદ રેખા ચૌધરી પણ માસ્ક વિના પોગ્રામમાં જોવા મળ્યા હતા.

હાલમાં મળતી માહિતી પ્રમાણે પોગ્રામ 21 થી 23 તારીખ દરમિયાન યોજાયો હતો જ્યાં બે વર્ષથી પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અટકાયેલો હતો જે હવે છૂટછાટ મળતા આ પોગ્રામ યોજાયો હતો. મહત્વનું એ છેકે હાલમાં નેતા સામે કોઈ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા નથી કરવામાં આવી. ત્યારે ગઈકાલે મહેસાણા શહેરમાં પોલીસ હેડક્વાર્ટર પાછળ આવેલા ચામુંડા નગરમાં એક સામાન્ય લગ્ન પ્રશ્નગ દરમિયાન પોલીસે વરરાજાના પિતા વિરુદ્ધ કોરોના ગાઈડલાઈન ભંગ બદલ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. ત્યારે હવે જોવાનું એ છએ કે, ભાજપના નેતા સામે ક્યારે કાર્યવાહી થાય છે?

અન્ય સમાચારો પણ છે...