વિરોધ:પેપરલીક મામલે મહેસાણામાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણાં યોજ્યા, પોલીસે ગણતરીની મિનિટોમાં અટકાયત કરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લાવ્યા

રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ત્રણ દિવસ પહેલા જ લીક થઇને કેટલાક લોકો સુધી સરક્યુલેટ થયું હતું. આણંદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. આ બનાવમાં 11 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આ મામલે મહેસાણા કોંગ્રેસ સમિતિના કેટલાક કાર્યકરોએ મહેસાણા ખાતે આવેલા ફુવારા સર્કલ પાસે આજે સૂત્રોચ્ચાર કરી ધારણા કર્યા હતા. જોકે, ગણતરીની મિનિટોમાં પોલીસે અટકાયત કરી હતી.

કોંગ્રેસ સમિતિના કેટલાક કાર્યકર્તાઓ ફુવારા સર્કલ પર ધારણા પર બેઠા હતા. જેમાં પેપર લીંક કાંડ કરનાર આરોપીઓને કડકમાં કડક સજા થાય એ બાબતે મહેસાણા ખાતે ધારણા કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ ગણતરીની મિનિટોમાં આવી જતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવા લાગી હતી. કાર્યકરોને અટકાવી પોલીસ વાહન મારફતે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...