વિસનગર શહેરમાં ગઈકાલે સાંજે બાળકીનું ગટરમાં પડી જવાથી મોટ નીપજ્યું હતું. જે દુઃખદ ઘટનાએ સમગ્ર મહેસાણા જિલ્લાને હચમચાવી દીધો હતો છે. ત્યારે વિસનગર સહિત અનેક તાલુકામાં પણ આવી ખુલ્લી ગટરો ઠેરઠેર જોવા મળી છે. મહેસાણાના વોર્ડ નં. 11માં પણ આજ પ્રકારે તંત્રની બેદરકારીના કારણે જાહેર માર્ગ પર છેલ્લા દોઢ વર્ષથી રોડ વચ્ચે ગટર ખુલ્લી હાલતમાં પડી છે ત. યારે અહીંથી પસાર થતા લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે.
પરા સ્મશાન પાછળ દોઢ વર્ષથી ગટર ખુલ્લી
મહેસાણા શહેરમાં વોર્ડ નં 11માં આવેલા પરા સ્મશાન પાછળ જાહેર રોડ પર ગટર લાઈન નાખવામાં આવી છે ત્યારથી દોઢ વર્ષ વીતવા છતાં ગટર પર ઢાંકણું નાખવામાં ન આવતા ગટર ખુલ્લી હાલતમાં છે. ત્યારે અહીંયાંથી આવતા જતા તમામ રાહદારીઓને ચોમાસાની ઋતુમાં આવવા જવા માટે તકલીફો ઉભી થાય છે. અહીંયા વસાહતમાં વસતા લોકોમાંથી કોઈ રાત્રી દરમિયાન ગટરમાં પડી જવાથી વિસનગરમાં બની હતી એવી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. આ મામલે નવજીવન સેવા ટ્રસ્ટના ઠાકોર જગાજીએ પરા વિસ્તારમાં ખુલ્લી ગટરને સીલબંધ કરવા માટે મહેસાણા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.