તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જશે, ઉત્તરના ઠંડા પવન ફૂંકવાનું શરૂ થતાં 24 કલાકમાં ઠંડી અડધો ડિગ્રી વધી

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં રવિવારે ઠંડી અડધો ડિગ્રી વધી હતી. છતાં હજુ ઠંડીનો પારો 12 ડિગ્રીથી વધુ રહ્યો હતો. જોકે, મોડી સાંજથી વહેલી સવાર સુધી પવનના કારણે ઠંડીનો સામાન્ય ચમકારો અનુભવાયો હતો. આગામી 3 દિવસમાંઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જશે. શનિવાર મોડી સાંજ બાદથી મોટાભાગે ઉત્તરના ઠંડા પવન ફૂંકવાનું શરૂ થયું હતું. રવિવારે આખો દિવસ પવનની દિશા યથાવત રહેતા ઠંડી અડધો ડિગ્રી સુધી વધતા સવારે 5.30 કલાકે મહેસાણાનું 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ઠંડા પવનના કારણે ગરમી 4 ડિગ્રી સુધી ઘટી હતી. જેને લઈ મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 30 ડિગ્રીથી નીચે આવતા 25.6 થી 26.7 ડિગ્રીની વચ્ચે આવી ગયો હતો. જેના કારણે સૂર્યાસ્તની સાથે વાતાવરણમાં ઠંડક પસરવાનું શરૂ થયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ફરી એકવાર ઉત્તરના ઠંડા પવન ફૂંકવાનું શરૂ થયું છે. જેના કારણે આગામી 3 દિવસમાં ઠંડી 3 થી 4 ડિગ્રી વધતા ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં ધીમે ધીમે ઠંડી 10 ડિગ્રીથી નીચે આવી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો