બ્રેક ડાઉન:શ્રાવણ મહિનામાં શહેરના રૂટ નંબર પાંચ નાગલપુરમાં શનિવારે સિટી બસ બંધ રહી

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાને જાણ કરવાની તસ્દી પણ ન લેતી એજન્સીને માસિક પેમેન્ટ રેગ્યુલર
  • ​​​​​​​વારંવાર બ્રેકડાઉનમાં અન્ય બસ મૂકવાની​​​​​​​ શરત છતાં એજન્સી પાલન કરતી નથી

મહેસાણા શહેરના વિવિધ 10 રૂટમાં સિટી બસ ચલાવવા દર મહિને સરેરાશ રૂ.12થી 14 લાખ આવક રળતી ગુરુકુપા ટ્રાવેલ્સ એજન્સી રૂટમાં સિટી બસ બ્રેક ડાઉન થાય તો અન્ય બસ મુકવાની શરત હોવા છતાં અન્ય બસ પણ મૂકતી નથી અને પાલિકાને બ્રેક ડાઉન ની જાણ પણ કરતી નથી. કોઈના ધ્યાને આવે અને પાલિકા એજન્સીને પૂછે ત્યારે કહે છે.

આવી સ્થિતિમાં એજન્સીને બ્રેકડાઉનમાં બિલમાંથી માત્ર 5000 પેનલ્ટી કાપીને મહેસાણા પાલિકા માસિક પેમેન્ટ ચૂકવી રહી છે. પવિત્ર શ્રાવણ માસમાં નાગલપુરમાં શિવજીનું મંદિર આવેલું છે. મહિલાઓ માટે મફત સિટી બસ સેવા છે. આવામાં રૂટ નંબર 5ની સિટી બસ શનિવારે બંધ રહી હતી. શાસક પક્ષના નેતાના ધ્યાને આવતા તરત શાખાને જાણ કરી હતી. શાસક પક્ષના નેતા કીર્તિભાઈ પટેલે જણાવ્યું કે, અત્યારે તહેવારોના દિવસો હોય બ્રેકડાઉન સિટી બસની જગ્યાએ બીજી વ્યવસ્થા ન કરતી એજન્સી સામે પગલાં લેવા જોઈએ.

શહેરમાં શ્રાવણ માસના દિવસો શરૂ થયા છે, રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. બજારમાં મહિલાઓ વિવિધ ખરીદી અર્થે શિવાલયમાં દર્શનાર્થે સિટી બસ મારફતે જતી આવતી હોય છે. નાગલપુર ગામ, વૃદ્ધાશ્રમને આવરી લઈને રૂટ નંબર પાંચમાં ફરતી સિટી બસ વિસ્તારમાં મહાદેવનું મંદિર પણ આવી જાય છે. આ રૂટમાં સવારથી જ સિટી બસ બંધ હતી. શાસક પક્ષના નેતાને ધ્યાને આવતા તરત નગરપાલિકાના સિટી બસ ઇન્ચાર્જ હરેશભાઈ પટેલનું આ બાબતે ધ્યાન દોર્યું હતું, શાખા અધિકારીએ એજન્સીનો સંપર્ક કર્યો એટલે આજે બ્રેક ડાઉનનું એજન્સીએ જણાવ્યું તેમ શાખાના સૂત્રોએ કહ્યું હતું.

બ્રેક ડાઉનની જગ્યાએ અન્ય બસ મુકવાની શરત છતાં રૂટમાં અન્ય બસ મુકાતી નથી અન્ય બસના મુકાતા રૂટની બસ બંધ રહેતા પાલિકા માત્ર રૂપિયા 5000 પેનલ્ટી બિલમાંથી કાપતી હોય છે.

મહિને બે, ત્રણ બસો બ્રેક ડાઉન થતી હોય છે
મહિને બે, ત્રણ બસો આવી બ્રેક ડાઉન થતી હોય છે પણ અન્ય બસ મુકાતી ન હોવાની બુમરાડ છે. વળી કેટલાક રૂટમાં સીટી બસ વધુ સ્પીડમાં જતી હોવાની પણ રાડ ઉઠી છે. શાસક પક્ષના નેતા કીર્તિભાઈ પટેલે કહ્યું કે શ્રાવણ માસ, રક્ષાબંધનના તહેવારો છે આવામાં રૂટમાં સિટી બસ બંધ રહે તો પેનલ્ટી ઉપરાંત એજન્સી સામે યોગ્ય પગલા લેવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાની વિવિધ કામગીરીમાં અન્ય કેટલીક એજન્સીઓને ગ્રાન્ટના અભાવે ચૂકવણા છ મહિનાથી વધુ અધ્ધરતાલ રહેતા હોય છે. જ્યારે સિટી બસની એજન્સીને મહિનાના બિલના ચૂકવણા એક- બે મહિનામાં જ રેગ્યુલર થતા હોવા છતાં રૂટમાં સિટી બસ બ્રેક ડાઉન હોવાની પાલિકાને જાણ કરવાની તસ્દી પણ એજન્સી લેતી નથી. પણ પાલિકા હેતુ રેગ્યુલર વરસાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...