મહેસાણા કલેકટર કચેરીમાં આવેલ રોજગાર કચેરીના કર્મચારી અને નોંધણી માટે આવેલા બેરોજગાર વિદ્યાર્થીઓ વચ્ચે તું તું મેં મેં જોવા મળી હતી બંને પક્ષે એક બીજા પર ઉદ્ધતાઈ ભર્યું વર્તનના આક્ષેપો કરાયા હતા. હોબાળો થતા અહીં મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું ત્યારે અધિકારીઓ પણ અહીંયા દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે કચેરીના મોટા ભાગનો સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયો છે પરંતુ કચેરીમાં રહેલા બાકીના સ્ટાફને રેગ્યુલર કામગીરી કરવાની હોય છે. પરંતુ બહુમાળી બિલ્ડીંગની અનેક કચેરીઓમાં કર્મચારીઓ દ્વારા ચૂંટણી છે એટલે અત્યારે કામ નહીં થાય તેવા જવાબો આપી અરજદારો સામે રોપ જમાવી તગેડી મુકવામાં આવતા અરજદાર ને પરેશાન કરતા હોવાની છેલ્લા કેટલાક દિવસથી અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે જિલ્લા કલેક્ટર નાયબ કલેકટર દ્વારા આ બાબત ધ્યાનમાં લઇ કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી હાલમાં અરજદારો પણ માંગ કરી રહ્યા છે.
રોજગાર કચેરીમાં આવેલા રેવન્યુ કામગીરી અર્થે મહેસાણા અને અમદાવાદ રહેતા પરમાર ધ્રુવ કુમાર દિનેશભાઈ અને પરમાર પ્રીતિન દિનેશભાઈ આવ્યા હતા. ફોર્મ ઉપર સિક્કા મારવાની બાબતે લઈ કચેરીના મહિલા કર્મચારી અને બંને યુવક વચ્ચે ચકમક જોવા મળી હતી ત્યારબાદ હાથ ઉપાડવા સુધી પહોંચી જતા અહીં આવેલા કચેરીના અન્ય કર્મચારીઓ સહિતે રોજગાર કચેરીના હજાર અધિકારી મામલો શાંત પાડ્યો હતો.
સમગ્ર મામલે રોજગાર કચેરી મહિલા કર્મચારીના જણાવ્યા અનુસાર આધાર કાર્ડ અમદાવાદનું હોવાથી ફોર્મમાં સિક્કો માર્યો હતો. જેથી અરજદાર ઉશ્કેરાય હતા. બે જગ્યાએ નોંધણી ન થાય તે માટે નિયમ મુજબ સિક્કો માર્યો હતો અરજદાર દ્વારા જેમતેમ બોલી હાથ ઉપાડવા આવતા હતા.
અરજદાર ધ્રુવ પરમાર અને પ્રીતિને જણાવ્યા પ્રમાણે નામ નોંધણી અને રિવન્યુની ના પાડી હતી. બાદમાં કર્મચારીએ સિક્કો મારતા સિક્કો કેમ માર્યો છે, તેમ પૂછતા મહિલા કર્મચારીએ યોગ્ય જવાબ આપણને બદલે અમને તાળું ક્યાં હતા અને જેમતેમ બોલવા લાગ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.