ચૂંટણી:લોકસભા ચૂંટણીમાં રૂ 68ની ભોજનથાળી વિધાનસભા ચૂંટણીમાં 4 વધી રૂ 72ની થઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય પક્ષો સાથે ચર્ચા બાદ વિવિધ ચીજવસ્તુ, ભોજનના ભાવ નક્કી કરાયા
  • ચાના એક કપના ~ 8ના બદલે 10 અને નાસ્તા ડીશના 14.50ના બદલે ~ 18 ગણાશે

ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજવસ્તુ, ભોજન, નાસ્તાના ખર્ચનો ભાવ ચૂંટણી તંત્ર દ્વારા નક્કી કરી દેવાયો છે. જેમાં લોકસભા ચૂંટણી વખતે રૂ.8માં મળતી એક કપ ચાના ભાવ ત્રણ વર્ષ પછી આ વિધાનસભા ચૂંટણીમાં બે રૂપિયા વધારીને રૂ.10 બજાર ચલણ મુજબ કરાયા છે. જ્યારે સાદા ભોજનની ડીશમાં રૂ.4નો વધારો કરી રૂ.72 કરાયા છે.150 ગ્રામ ગરમ નાસ્તાની ડીશના ભાવમાં સાડા ત્રણ રૂપિયાનો વધારો આવ્યો છે. લોકસભા ચૂંટણી વખતે રૂ.14.50 હતા, જે આ ચૂંટણીમાં રૂ.18માં પડશે. એજ પ્રમાણે બિસ્કીટના પેકેટના ભાવમાં 50 પૈસાનો વધારો કરી રૂ. 5 કરાયો છે. ચૂંટણી તંત્ર દ્વારા રાજકીય પક્ષો સાથે બેઠક યોજ્યા બાદ ચૂંટણી ખર્ચની વિવિધ ચીજવસ્તુઓના દરોને આખરી ઓપ અપાયો છે.

સભાઓ ગજવવા મંડપ, ડેકોરેશનના દરમાં પણ વધારો ચૂંટણીમાં હવે રાજકીય પાર્ટીઓ ઉમેદવાર માટે મત માંગવા સભાઓ ગજવવા લાગશે. જેમાં ચૂંટણી તંત્ર દ્વારા દરેક વસ્તુના દર ખર્ચ આકારવા માટે નક્કિ કરાયેલા છે. જેમાં લોકસભા ચૂંટણીમાં જમીન ઉપર કપડાં અથવા કંતાનનું ફ્લોરિંગ અથવા ગ્રીનનેટ ફ્લોરિંગમાં ચોરસમીટર દીઠ રૂ.6 ભાવ હતો, તે વિધાનસભા ચૂંટણીમાં રૂ. 4 વધીને ચોરસમીટર દીઠ રૂ.10 કરાયો છે. લોખંડના ડોમ ચોરસમીટર દીઠ રૂ. 150થી વધીને રૂ.200, પિલરલેસ મંડપ (સ્ટીલ સ્ટ્રકચર ફોમ મંડપ) ઝુલ ચોરસમીટરના ભાવ ત્રણ વર્ષ પહેલાંની ચૂંટણીમાં રૂ.60 હતા, તેમાં રૂ. 40નો વધારો કરીને આ ચૂંટણીમાં રૂ.100 કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...